નેશનલ

રામદેવરા જતાં સાબરકાંઠાના શ્રદ્ધાળુઓનો જોધપુર-જૈસલમેર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ૫નાં મોત

જોધપુર: રાજસ્થાનના જોધપુર-જૈસલમેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧૨૫ પર આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ગુજરાતના પાંચ શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા હતા. બાલેસર નજીક ખારી બેરી ગામ પાસે એક ટ્રક અને ટેમ્પો વચ્ચે જોરદાર અથડામણ થતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા તમામ શ્રદ્ધાળુઓ ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના રહેવાસી હતા અને તેઓ રાજસ્થાનમાં આવેલા રામદેવરા મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ પાંચ લોકોના મોત નીપજ્યા હતા.

આ ભયાનક અથડામણમાં ટેમ્પોમાં સવાર અન્ય આશરે ૧૪ જેટલા શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ આ દુર્ઘટનાએ સાબરકાંઠાના શ્રદ્ધાળુઓના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો…ભાયખલામાં બિલ્ડિંગમાં પાયાભરણી દરમ્યાન અકસ્માત: બે મજૂરના મોત, ત્રણ જખમી…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button