નેશનલ

Farmers Protest: FIR નોંધાય બાદ આજે મૃતક શુભકરણ સિંહના અંતિમ સંસ્કાર થશે, આદોલન ચાલુ રહેશે

ચંડીગઢ: પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર પર હજુ ખેડૂતો જમાવડો થયેલો છે. MSPની કાયદેસર ગેરંટી આપવા ઉપરાંત, ખેડૂતો અન્ય કેટલીક માંગણીઓ પર પણ અડગ છે. તાજેતરમાં ખેડૂતોની દિલ્હી ચલો માર્ચ દરમિયાન એક યુવા ખેડૂતનું મોત થયું હતું. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસ ગોળીબારના કારણે તેનું મોત થયું હતું.

ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું છે કે મૃત યુવક શુભકરણ સિંહના મૃત્યુના મામલામાં આઈપીસીની કલમ 302 અને 114 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે – આજે અમે મૃતક શુભકરણ સિંહના મૃતદેહને ખનૌરી બોર્ડર પર લઈ જઈશું અને તેમના વતન ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.


પંજાબ પોલીસે શુભકરણ સિંહ (21)ના મૃત્યુ અંગે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધ્યો છે. દરમિયાન, શુભકરણ સિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે અમૃતસરમાં વિવિધ NGO દ્વારા કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી.
ખેડૂત આગેવાનોની એવી માંગ હતી કે પોસ્ટમોર્ટમની મંજૂરી આપતા પહેલા એફઆઈઆર નોંધવામાં આવે. હવે એફઆઈઆર નોંધાયા બાદ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. શુભકરણ સિંહના મૃતદેહને પટિયાલાની રાજીન્દ્રા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યો છે અને આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે તેવી શક્યતા છે. આ મામલે ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે માહિતી આપી છે.


આ પહેલા પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને શુભકરણ સિંહની બહેનને 1 કરોડ રૂપિયાનું વળતર અને સરકારી નોકરીની જાહેરાત કરી હતી.


દરમિયાન હરિયાણા પોલીસ ખેડૂતોના આંદોલન દરમિયાન હિંસામાં સામેલ લોકોના પાસપોર્ટ રદ કરવાની માંગ કરી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button