Farmers Protest: પ્રદર્શન સાથે સંબંધિત એકાઉન્ટ્સ ‘બ્લોક’ કરવા મુદ્દે કોંગ્રેસ ધૂઆપૂઆ, આપ્યું મોટું સ્ટેટમેન્ટ

નવી દિલ્હીઃ ખેડૂત વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલા એકાઉન્ટ્સ અને પોસ્ટને બ્લોક કરવાના ભારત સરકારના આદેશ મુદ્દે કોંગ્રેસે કેન્દ્ર સરકારની જોરદાર ટીકા કરી હતી. સરકારની કામગીરી મુદ્દે કોંગ્રેસે સોશિયલ મીડિયા પરના જાણીતા પ્લેટફોર્મ ‘એક્સ’ પરથી સરકાર પર નિશાન સાધતા કોંગ્રેસે કહ્યું હતું કે ‘લોકતંત્રની હત્યા કરવામાં આવી રહી છે, પરંતુ જનતા તેનો જવાબ આપશે.’
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’એ ગુરુવારે ખેડૂતોના વિરોધ સાથે સંબંધિત એકાઉન્ટ્સ અને પોસ્ટ્સને ‘બ્લોક’ કરવાના ભારત સરકારના આદેશ સાથે અસહમતિ વ્યક્ત કરી હતી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે હાકલ કરી હતી.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ‘એક્સ’ની એક પોસ્ટમાં લખ્યું હતું કે “જો ખેડૂતો એમએસપી માંગે, તો તેમને ગોળી મારો – આ છે મધર ઓફ ડેમોક્રેસી?” યુવાનો નોકરી માંગે, તો તેની વાત પણ સાંભળવાનો ઇનકાર કરી દો- આ છે મધર ઓફ ડેમોક્રેસી?
પૂર્વ રાજ્યપાલ સત્ય બોલે, તો તેમના ઘરે સીબીઆઇ મોકલી દો- આ છે મધર ઓફ ડેમોક્રેસી? સૌથી મોટી વિપક્ષી પાર્ટીનું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરો – આ છે મધર ઓફ ડેમોક્રેસી?
રાહુલ ગાંધીએ સવાલ કર્યો હતો કે કલમ 144, ઈન્ટરનેટ પ્રતિબંધ, કાંટાળા તાર, આંસૂ ગેસના ગોળા-આ છે મધર ઓફ ડેમોક્રેસી? મીડિયા હોય કે સોશિયલ મીડિયા, સત્યના દરેક અવાજને દબાવી દેવો – શું આ છે મધર ઓફ ડેમોક્રેસી?
તેમણે દાવો કર્યો હતો કે મોદીજી, જનતા જાણે છે કે તમે લોકશાહીની હત્યા કરી છે અને જનતા જવાબ આપશે!” કૉંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ‘એક્સ’ની એક પોસ્ટને રિપોસ્ટ કરતી વખતે આરોપ લગાવ્યો હતો કે, ‘લોકશાહીની હત્યા થઈ રહી છે.