નેશનલ

Farmers Protest: ખેડૂતોના પ્રદર્શન મુદ્દે કૃષિ પ્રધાને આપ્યું મોટું નિવેદન…

નવી દિલ્હીઃ એમએસપી (Minimum Support Prices) સહિત અન્ય પેન્ડિંગ માગણી મુદ્દે પ્રદર્શન કરીને સરકારને બાનમાં લીધી છે. હરિયાણા સરહદ પર રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં માર્ચ કરવા તૈયારી કરનારા ખેડૂતોની કૂચ વચ્ચે કેન્દ્રીય કૃષિ પ્રધાન અર્જુન મુંડાએ કેન્દ્ર સરકાર તમામ મુદ્દે ખેડૂતો સાથે ચર્ચા કરવા તૈયાર છે. ચોથા તબક્કાની મંત્રણા નિષ્ફળ રહ્યા પછી પાંચમા તબક્કામાં એમએસપીની ગેરન્ટી, પાકમાં વૈવિધ્યકરણ, એફઆઈઆર સહિત તમામ મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છે, એમ તેમણે જણાવ્યું હતું.

શંભુ બોર્ડર પર ખેડૂતોની બેઠક તાજેતરમાં પૂરી થઈ છે. ખેડૂત નેતા સરવણ સિંહ પંધરે કહ્યું છે કે તેઓ કેન્દ્ર સરકારના પ્રસ્તાવની વિચારણા કરશે, જ્યારે બીજી બાજુ ભારતીય કિસાન યુનિયન નેતા રાકેશ ટિકૈતે યુપીના મેરઠમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શન દરમિયાન કહ્યું હતું કે અમે એમએસપી ગેરન્ટી કાયદા અને અન્ય મુદ્દે ડીએમ કાર્યાલયનો પણ સખત વિરોધ કરી રહ્યા છીએ. અમે લોકો આવતીકાલે એમકેએમની બેઠકમાં અમારી આગામી ભવિષ્યની કામગીરીનો એજન્ડા નક્કી કરીશું.

શંભુ બોર્ડર પર હાઈડ્રોલિક ક્રેન, જેસીબી અને બુલેટપ્રૂફ પોકલેન જેવી ભારે ભરખમ મશીન લાવ્યા છે, જ્યારે હાઈ કોર્ટે પણ ખેડૂતોને કૂચ રોકવાનો આદેશ આપ્યો છે. શંભુ અને ખનૌરી બોર્ડર પર ખેડૂતોનું પ્રદર્શન ચાલી રહ્યું છે, ત્યારે તેની સામે હરિયાણાના રાજ્ય સરકાર હાઈ કોર્ટમાં અપીલ કરી છે.

ટ્રેક્ટર અને ટ્રોલી લઈને રસ્તા પર એકત્ર નહીં થવાની અરજ કરી છે. ખેડૂતો દ્વારા મોડિફાઈ ટ્રેક્ટર-ટ્રોલી લઈને રસ્તા જામ કરવામાં આવ્યા છે, ત્યારે સરકારે ખેડૂતોને તેનો ઉપયોગ નહીં કરવાનું આહ્વાવાન કર્યું છે એની સાથે હરિયાણા સરકારે બોર્ડર પર ટ્રાફિક જામ નહીં કરવાની પણ અપીલ કરી છે.

દરમિયાન પંજાબના પ્રધાન ડો. બલબીર સિંહે કહ્યું હતું કે બોર્ડર પર જોરદાર તણાવ છે, કારણ કે સરકાર અને ખેડૂતોની વચ્ચે કોઈ ઉકેલ આવ્યો નથી, પરંતુ હું ખેડૂતોને અપીલ કરું છું કે ખેડૂતો શાંતિ રાખે અને હું હરિયાણા સરકાર અને પ્રશાસનની સાથે સાથે કેન્દ્ર સરકારને પણ અપીલ કરીશ કે શાંતિપૂર્ણ પ્રદર્શનને બંધારણની રીતે અધિકાર આપવામાં આવે અને દિલ્હી જવાની પરવાનગી આપવામાં આવે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress