નેશનલ

Farmers Protest: ‘હવે જે થશે એ માટે સરકાર જવાબદાર હશે’…’ મંત્રણા નિષ્ફળ જતાં ખેડૂતોની ચેતવણી

નવી દિલ્હી: આંદોલન કરી રહેલા ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે ચોથા રાઉન્ડની ચર્ચા નિષ્ફળ રહ્યા બાદ, ખેડૂતોએ આંદોલન વધુ ઉગ્ર બનવવાની જાહેરાત કરી છે. પાંચ વર્ષ માટે MSP પર કઠોળ, મકાઈ અને કપાસની ખરીદીની કેન્દ્રની દરખાસ્તને ખેડૂતોએ નકારી કાઢી હતી, ખેડૂત નેતા સરવનસિંહ પંઢેરે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે કે “હવે જે પણ થશે તેના માટે કેન્દ્ર સરકાર જવાબદાર રહેશે.” આ સાથે તેમણે જાહેરાત કરી હતી કે ખેડૂતો 21 ફેબ્રુઆરી, બુધવારથી દિલ્હી તરફ કૂચ ફરી શરુ કરશે.

પંઢેરે મંગળવારે સવારે કહ્યું કે સરકારે તેના ઇરાદા સ્પષ્ટ કરી દીધા છે કે તેઓ ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશવા દેશે નહીં. જો તમે ખેડૂતો સાથે ચર્ચા કરીને ઉકેલ મેળવવા માંગતા ન હોવ તો અમને દિલ્હી તરફ કૂચ કરવાની મંજૂરી આપવી જોઈએ. પંઢેરે વધુમાં કહ્યું કે જ્યારે અમે દિલ્હી તરફ આગળ વધ્યા ત્યારે ગોળીબાર થયો. ટ્રેક્ટરના ટાયર પર ગોળીઓ લાગી છે. ટીયર ગેસ છોડવામાં આવ્યો, અમે ટીયર ગેસના શેલ છોડનારાઓને સજાની માંગ કરીએ છીએ.


હરિયાણાની સ્થિતિ કાશ્મીર જેવી છે. અમે 21 ફેબ્રુઆરીએ દિલ્હી તરફ કૂચ કરીશું. સરકારે અમને એક પ્રસ્તાવ આપ્યો છે જેથી કરીને અમે અમારી મૂળ માંગણીઓથી પાછળ હટીએ, હવે જે કંઈ થશે તેના માટે સરકાર જવાબદાર રહેશે.
બીજી તરફ હરિયાણા ડીજીપીએ કહ્યું કે તેઓ ખેડૂતો પર ટીયર ગેસનો ઉપયોગ કરી રહ્યા નથી, ખોટા નિવેદનો આપવામાં આવી રહ્યા છે.


ખેડૂત નેતાઓ સાથે ચોથા રાઉન્ડની વાટાઘાટોમાં, ત્રણ કેન્દ્રીય પ્રધાનોની પેનલે રવિવારે સરકારી એજન્સીઓ દ્વારા કઠોળ, મકાઈ અને કપાસના પાકને પાંચ વર્ષ માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
વિરોધ કરી રહેલા ખેડૂતોએ સરકારની દરખાસ્તને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે MSP માટેની ખેડૂતોની માંગને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો થઇ રહ્યા. તેઓએ કહ્યું કે સ્વામીનાથન કમિશનના અહેવાલમાં જે ભલામણ કરવામાં આવી હતી તેને લાગુ કરવામાં આવે, ખેડૂતો સમાધાન કરશે નહીં.


પંઢેરે સોમવારે કહ્યું હતું કે ખેડૂતોએ બેરિકેડ તોડ્યા નથી અને અમે શાંતિથી દિલ્હી તરફ આગળ વધવા માંગીએ છીએ. અમને જંતર-મંતર પર પ્રદર્શન માટે જગ્યા જોઈતી હતી પરંતુ સરકારે સાંભળ્યું નહીં.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker