Farmers ની બે લાખ રૂપિયાની લોન માફ, આ રાજ્ય સરકારે કરી જાહેરાત

હૈદરાબાદ : તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ શુક્રવારે રાજ્યના ખેડૂતો(Farmers)માટે 2 લાખ રૂપિયાની લોન માફીની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, કેબિનેટે રૂ. 2 લાખ સુધીની કૃષિ લોન માફ કરવાનો નિર્ણય લીધો હતો. અગાઉની સરકારે તેના 10 વર્ષના શાસનમાં માત્ર રૂ. 28,000 કરોડની કૃષિ લોન જ માફ કરી હતી.
રાજ્યની તિજોરી રૂ. 31,000 કરોડનો બોજ પડશે
મુખ્ય પ્રધાન રેવન્ત રેડ્ડીએ જણાવ્યું હતું કે લોન માફીની સંપૂર્ણ વિગતો તેની શરતો પછીથી જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું કે લોન માફીથી રાજ્યની તિજોરી પર આશરે રૂ. 31,000 કરોડનો બોજ પડશે. આ અગાઉની BRS સરકારે પણ આવી જ યોજના જાહેર કરી હતી. રાજ્યની તિજોરી પર રૂ. 28,000 કરોડનો બોજ હતો.
આઠ મહિનામાં ખેડૂતોની લોન માફ
રેડ્ડીએ નિવેદનમાં કહ્યું, “સરકારે ખેડૂતોના કલ્યાણ માટે લોન માફ કરવાનો નિર્ણય લીધો છે. અગાઉની સરકારે ખેડૂતોને આપેલું વચન દસ વર્ષ સુધી પૂરું કર્યું ન હતું. અમારી સરકાર સત્તામાં આવ્યાના આઠ મહિનામાં ખેડૂતોની લોન માફ કરી. રાજ્યમાં આપેલું વચન પૂરું કરી રહ્યું છે.
ખેડૂતોની રોકાણ સહાય યોજના પર કામ ચાલુ
કેબિનેટ મીટિંગ પછી રેડ્ડીએ ખેડૂતોની રોકાણ સહાય યોજના ‘રાયથુ ભરોસા’ ની પદ્ધતિને અંતિમ સ્વરૂપ આપવા માટે નાયબ મુખ્ય પ્રધાન મલ્લુ ભાટી વિક્રમાર્કાની અધ્યક્ષતામાં કેબિનેટ પેટા સમિતિની રચના કરવાની પણ જાહેરાત કરી. કેબિનેટ પેટા સમિતિ રાજકીય પક્ષો અને અન્ય હિતધારકો સાથે પરામર્શ કરશે અને 15 જુલાઈ સુધીમાં તેનો અહેવાલ સુપરત કરશે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વચન આપ્યું હતું કે જો તેમની પાર્ટી કેન્દ્રમાં સત્તા પર આવશે તો ખેડૂતોની લોન માફ કરવામાં આવશે.