નેશનલ

અનુપમા સિરિયલના મશહૂર કલાકારનું કાર્ડિયાક અરેસ્ટથી થયું નિધન

મનોરંજન ઉદ્યોગમાંથી એક માઠા સમાચાર જાણવા મળ્યા છે. ડર, બાઝીગર અને બદ્રીનાથ કી દુલ્હનિયા જેવી ફિલ્મોમાં કામ કરનાર ટેલિવિઝન ઉદ્યોગના લોકપ્રિય અભિનેતા ઋતુરાજ કે સિંહનું નિધન થયું છે. અભિનેતાએ ૫૯ વર્ષની વયે અંતિમ શ્ર્વાસ લીધા છે. અભિનેતા અમિત બહલે તેમના મૃત્યુની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે તેમને રાતે ૧૨.૩૦ કલાકે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. ૯૦ના દાયકામાં ઝી ટીવી પર રિયાલિટી ગેમ શો ‘તોલ મોલ કે બોલ’ હોસ્ટ કરીને પોતાની અલગ ઓળખ બનાવનાર ઋતુરાજ સિંહે ટીવી પર ઘણી સિરિયલો, ઘણી ફિલ્મો અને ઘઝઝ શોમાં કામ કર્યું હતું. ૧૯૯૩માં ઝી ટીવી પર પ્રસારિત થયેલો તેમનો ટીવી શો ‘બનેગી અપની બાત’ પણ ઘણો લોકપ્રિય બન્યો હતો. તેણે ‘હિટલર દીદી’, ‘જ્યોતિ’, ‘શપથ’, ‘અદાલત’, ‘આહત’, ‘દિયા ઔર બાતી’, ‘વોરિયર હાઈ’, ‘લાડો ૨’ જેવી સિરિયલોમાં પણ મહત્ત્વની ભૂમિકાઓ ભજવી હતી. હાલમાં ટીવી પર ચાલી રહેલી અને ખૂબ જાણીતી સિરિયલ અનુપમામાં તેઓ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા હતા.
અહેવાલો અનુસાર, તેઓ સ્વાદુપિંડની બિમારીથી પીડિત હતા અને છેલ્લા કેટલાક સમયથી તેમની સારવાર ચાલી રહી હતી. તેમના મિત્ર અમિત બહલે આ દુ:ખદ સમાચાર પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે,- હા, તેમનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટથી થયું છે. તેમને સ્વાદુપિંડની સારવાર માટે થોડા સમય પહેલા હૉસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તેઓ ઘરે પણ પાછા ફર્યા હતા, પરંતુ કાર્ડિયાક અરેસ્ટના કારણે તેમનું મૃત્યુ થયું હતું.
ઋતુરાજ સિંહનો જન્મ ૨૩ મે ૧૯૬૪ના રોજ થયો હતો. તેમણે બાળકોના થિયેટર જૂથ સાથે શરૂઆત કરી હતી. અભિનેતા ૧૯૯૩થી અભિનયની દુનિયા સાથે જોડાયેલા હતા. તેમણે ઘણી સિરિયલો અને ફિલ્મોમાં કામ કર્યું હતું. અભિનેતાએ તેની કારકિર્દીની શરૂઆત ફિલ્મોથી કરી હતી. પરંતુ તેને ફિલ્મો કરતાં ટીવીની દુનિયામાં વધુ લોકપ્રિયતા મળી હતી. ૧૭ વર્ષની ઉંમરે, તેઓ બેરી જ્હોનના વ્યવસાય જૂથમાં જોડાયા હતા અને તેમની સાથે ૧૨ વર્ષ થિયેટર કર્યું, અભિનેતાએ ૩૫ વર્ષ પહેલા તેની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ઇન વિચ એની ગીવ્ઝ ઇટ ડઝ વન્સથી કરી હતી. આ પછી તે બદ્રીનાથ કી દુલ્હનિયા, સત્યમેવ જયતે બે અને યારિયાં બે જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. આ સિવાય તેમણે ક્રિમિનલ જસ્ટિસ, બંદિશ ડાકુ, અભય અને હે પ્રભુ જેવી વેબ સિરીઝમાં પણ કામ કર્યું હતું. તેમની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી હતી, પરંતુ હવે અચાનક તેની દુનિયાને અલવિદાએ ટેલિવિઝન જગતને મોટો આંચકો આપ્યો છે.
થોડા સમય પહેલા એક મીડિયા હાઉસને આપેલી મુલાકાતમાં અભિનેતા ઋતુરાજ સિંહે જણાવ્યું હતું કે, ‘નાના પડદા પર, મેં બધી ચેનલો માટે કામ કર્યું છે અને દરેક નિર્માતાએ મને ઘણી વખત રિપીટ કર્યો છે. હવે, ઘઝઝ અને ફિલ્મોમાં પણ એવું જ થઈ રહ્યું છે.
હું એક પૂરું કરું તે પહેલાં,
મારી પાસે કંઈક અથવા બીજું હાથમાં હોય જ છે.’ ઉ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button