વિપક્ષને નબળું પાડવા ખોટા કેસ, દેશમાં ભયનું વાતાવરણ: કેજરીવાલ
કેન્દ્રની ભાજપ સરકાર પર સણસણતો પ્રહાર કરતા મુખ્ય પ્રધાન
નવી દિલ્હી: વિપક્ષના નેતાઓ અને પક્ષોને દબાવવા અને ધમકાવવાના પ્રયાસરૂપે ખોટા કેસ કરવામાં આવી રહ્યા છે અને ડરનું વાતાવરણ ખડું કરવામાં આવ્યું છે. જે દેશ માટે સારું નથી, તેમ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું. આમ આદમી સુપ્રીમોએ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા પાડવામાં આવેલા અનેક દરોડા અંગે પત્રકારોના પ્રશ્ર્નોના જવાબ આપતા આ વાત ઉચ્ચારી હતી.
કેજરીવાલે કહ્યું કે, અમે જોઇ રહ્યા છીએ કે કઇ રીતે વિપક્ષી નેતાઓ, વિપક્ષી દળોને દબાવવા અને ધમકાવવાના પ્રયાસમાં ખોટા કેસ કરવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં લોકોને ભાજપમાં સામેલ કરવા માટે ભંગાણ કરવામાં આવી રહ્યા છે. જે લોકશાહી માટે સારું નથી તેવો તેમણે આરોપ મૂક્યો હતો. તેમનું આ નિવેદન આપના વરિષ્ઠ નેતા સંજય સિંહની ૨૦૨૧-૨૨ દિલ્હી એકસાઇઝ પૉલિસી સાથે સંકળાયેલ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ થયાના બે દિવસ બાદ આવ્યું છે. તેમણે માત્ર વિપક્ષી નેતાઓ જ નહીં, પરંતુ ઘણા ઉદ્યોગપતિઓને પણ નિશાન બનાવાય રહ્યા હોવાનો દાવો કર્યો હતો.
પૂર્વ દિલ્હીમાં ગાઝીપુર લેન્ડફીલ સાઇટની મુલાકાત દરમિયાન મુખ્ય પ્રધાને પત્રકારો સાથે વાતચીત કરતી વખતે કહ્યું કે, દેશમાં જે ભયનું વાતાવરણ સર્જાયું છે, તે માત્ર રાજકારણમાં જ નહીં પરંતુ વેપાર-ધંધા-ઉદ્યોગમાં પણ આ ભયનું વાતાવરણ દેશ માટે સારું નથી. દેશ આ રીતે વિકાસ કરી શકે નહીં. આ એજન્સી-એજન્સી રમત રમીને પ્રગતિ નહીં થાય. તેમ જ કેન્દ્રની ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, પક્ષે અગાઉ દિલ્હીમાં બસ કૌભાંડ, ક્લાસરૂમ કૌભાંડ, પાવર કૌભાંડ, માર્ગ નિર્માણ અને પાણી-પુરવઠામાં કૌભાંડોનો આક્ષેપ કર્યો હતો, પરંતુ કંઇ બહાર આવ્યું નથી. ઉ