નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં નકલી સિંગાપોર નંબરવાળી એક શંકાસ્પદ કાર ઘૂમી રહી છે. ભારતમાં સ્થિત સિંગાપોરના હાઈ કમિશને આ માહિતી આપી છે. સિંગાપોરના હાઈ કમિશનર સિમ વોંગે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે અને કારની તસવીર પણ શેર કરી છે.
સિંગાપોરના હાઈ કમિશનર સિમ વોંગે આ અંગે ટ્વીટ કર્યું અને કારની તસવીર પણ શેર કરી. સિમોને પોતાના ટ્વિટમાં લખ્યું, એલર્ટ! નીચે દર્શાવેલ કાર જેની નંબર પ્લેટ 63 CD છે તે નકલી છે. આ સિંગાપોર એમ્બેસીની કાર નથી. અમે આ અંગે ભારતીય વિદેશ મંત્રાલય અને પોલીસને પણ જાણ કરી છે.
જ્યારે પણ તમે આ કારને જુઓ ત્યારે સાવધાન થઈ જાવ, ખાસ કરીને જો તમે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટની નજીક આ કાર જુઓ તો સાવધાન થઈ જાવ. તમને જણાવી દઈએ કે આ તસવીરમાં દેખાતી કાર સિલ્વર રંગની Kwid કાર છે.
Taboola Feed