નેશનલ

આસ્થા vs. વિકાસ: અમદાવાદ રેલ્વે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટના વિવાદમાં કોણ જીતશે?

અમદાવાદ: ભારતીય રેલવે દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરના કુલ 1309 જેટલા રેલવે સ્ટેશનોના રિ-ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત ગુજરાતના 87 રેલવે સ્ટેશનોનું રિ-ડેવલપમેન્ટ કરવામાં આવશે. જેમાં અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે.
જો કે આ રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ આડે એક વિવાદ ઉભો થયો છે જેમાં રેલવે સ્ટેશન પાસે 2 મંદિર અને એક દરગાહને દૂર કરવાના સંજોગોને પગલે રેલવે તંત્રએ મંદિરના કર્તાહતા તથા દરગાહની જાળવણી કરતા લોકોને નોટિસ ફટકારી છે. હવે આ નોટિસને દરગાહ કમિટીએ ગુજરાત હાઇકોર્ટમાં પડકારી છે, અને આ રીતે આખા પ્રોજેક્ટમાં વિવાદ ઉભો થયો છે.
કાલુપુર રેલવે સ્ટેશન પાસે કાલુ શહીદ બાબાની દરગાહ આવેલી છે, જે કાલુપુર વિસ્તારની ઓળખ ગણાય છે, તેમજ મંદિરો અને દરગાહ બંને પહેલાથી ત્યાં હોવાનું તેમજ વર્ષોજૂના મંદિર અને દરગાહ સાથે લોકોની આસ્થા જોડાયેલી હોવાનું કહી સ્થાનિકો આ રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં બંને સ્થાપત્યોને દૂર કરવાનો વિરોધ કરી રહ્યા છે.
કાલુપુર રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટનો ખર્ચ કુલ 2563 કરોડ રૂપિયાનો છે. જો કે હાલ મુદ્દો હાઇકોર્ટમાં હોવાને કારણે કોર્ટે યથાસ્થિતિ જાળવી રાખવા અને રેલવે વિભાગને તેમનો પક્ષ રજૂ કરવા જણાવ્યું છે. આ અંગે 16 જાન્યુઆરીના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button