નેશનલસ્પેશિયલ ફિચર્સ

દરરોજ જે Wi-Fi વિના તમારું કામ નથી થતું એનું ફૂલફોર્મ જાણો છો કે?

આજે જમાનો ડિજિટલ છે અને મોટાભાગના કામ વાઈ-ફાઈ (Wi-Fi) એટલે કે ઈન્ટરનેટના માધ્યમથી થાય છે. તમે પણ તમારી રોજબરોજની લાઈફમાં વાઈ-ફાઈનો ઉપયોગ તો કરતાં જ હશો, પણ શું તમને એનું ફૂલ ફોર્મ ખબર છે? નહીં ને? ચાલો આજે તમને આ વિશે જણાવીએ.

વાઈ-ફાઈ એક નેટવર્કિંગ ટેક્નોલોજી છે જ્યારે ઈન્ટરનેટ કે ડેટા નેટવર્ક છે. વાઈ-ફાઈ ઈન્ટરનેટ સુધી પહોંચવાનું એક માધ્યમ છે. ઈન્ટરનેટ નહીં. વાઈ-ફાઈના ફૂલ ફોર્મ વિશે વાત કરીએ તો એ જાણવા માટે તમારે આ સ્ટોરી છેલ્લે સુધી ચોક્કસ વાંચવી પડશે. વાઈ-ફાઈએ આઈઈઈઈ (IEEE) દ્વારા ડેવલપ કરાયેલું 802.11 સિરીઝના સ્ટાન્ડર્ડ પરપ આધારિત હોય છે. આ જ સ્ટાન્ડર્ડની મદદથી ડિવાઈસ આપસમાં વાયરલેસ પદ્ધતિથી કનેક્ટેડ હોય છે.

આજના સમયમાં દરેક જગ્યાએ વાઈ-ફાઈનો ઉપયોગ થાય છે. નાની મોટી ઓફિસ, સ્કુલ, ઘર, કેફે, એરપોર્ટ કે અનેક જાહેર સ્થળો પર વાઈ-ફાઈ ખૂબ જ વપરાય છે અને એને કારણે કોઈ પણ વાયર વિના ફોનને ઈન્ટનેટ કનેક્ટિવિટી મળે છે. વાઈફાઈ નામ એક માર્કેટિંગ કંપનીએ આઈઈઈઈ 802.11x ટેક્નોલોજી માટે બનાવ્યું હતું. આ એક કેચી નામ હતું, જેનો વાયરલેસ ફિડેલિટી સાથે કોઈ સીધો સંબંધ નહોતો.

વાઈ-ફાઈના ઉપયોગ વિના કોઈ ફિઝિકલ કનેક્શન કરવામાં આવે છે. આ વાયર્ડ નેટવર્કથી ઓછું સુરક્ષિત માનવામાં આવે છે. સિક્યોરિટી માટે સ્ટ્રોન્ગ પાસવર્ડ જરૂરી છે. વીક પાસવર્ડવાળા નેટવર્ક હેક કરવાનું ખૂબ જ સરળ હોય છે. સામાન્યપણે લોકોનું એવું માનવું છે કે વાઈ-ફાઈનો ફૂલ ફોર્મ વાયરલેસ ફિડેલિટી છે. પરંતુ હકીકત તો એ છે કે વાઈ-ફાઈનું કોઈ ફૂલ ફોર્મ છે જ નહીં. આ એક ખાલી બ્રાન્ડનું નામ છે.

વાઈફાઈ આશરે 66 ફીટ એટલે કે 20 મીટર સુધી એક હોટસ્પોટ બનાવી શકે છે. મોટા મોટા ક્ષેત્રમાં વાઈ-ફાઈ રેન્જ એક્સટેન્ડર કે મેશ નેટવર્કનો યુઝ થાય છે. વાઈ-ફાઈ એક અલાયન્સ સંસ્થા છે જે વાઈ-ફાઈ ડિવાઈઝની ટેસ્ટિંગ અને પ્રમાણીકરણ કરે છે, જેથી તેઓ એકબીજા સાથે સારી રીતે કામ કરી શકે.

વાઈ-ફાઈ વાયરલેસ ફિડેલિટીનું શોર્ટફોર્મ નહીં પણ એક બ્રાન્ડનું નામ છે, આ એક સરળ નામ છે, જે ટેક્નિકલ વર્ડ્સની જગ્યાએ ઉપયોગમાં લેવાય છે. આ મોબાઈલ ડેટાનું એક બેસ્ટ ઓપ્શન બની ચૂક્યા છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button