નેશનલ

FACT CHECK: કલાકારોને કન્સેશન અંગે રેલવેએ કરી આ સ્પષ્ટતા

મુંબઈઃ સોશિયલ મીડિયા પર રોજ અવનવા સમાચારો વાઈરલ થતા હોય છે, જે સાચા કે ખોટા પુરવાર કરવામાં પ્રશાસનની ઊંઘ હરામ થઈ જાય છે. તાજેતરમાં કલાકારોને રેલવે પ્રશાસન દ્વારા કન્સેશન આપવામાં આવી રહ્યું હોવાનું એક પેપર કટિંગ વાઈરલ થયું હતું, જે મુદ્દે મુંબઈ રેલવેએ સ્પષ્ટતા કરવાની નોબત આવી છે. રેલવે કન્સેશનમાં ફેરફાર કરવામાં આવેલી ક્લિપ અંગે કોઈ જાણકારી નથી, પરંતુ બનાવટી હોઈ શકે છે.

વાઈરલ થયેલી પેપર ક્લિપમાં ફક્ત અમુક કેટેગરી મૂકવામાં આવી છે, પણ એ સાચી નથી. રેલવે બોર્ડ તરફથી મળી રહેલા નવા પરિપત્રમાં આર્ટિસ્ટ, ફિલ્મ ટેક્નિશિયન સહિત સ્પોર્ટસ પર્સનનાં નામનો ક્યાંય ઉલ્લેખ નથી. 2021માં જ સિનિયર સિટીઝનનું કન્સેશન બંધ કર્યા પછી હવે ફક્ત પંદર કેટેગરીમાં કન્સેશન આપવામાં આવી રહ્યું છે. કન્સેશનની કેટેગરીમાં દિવ્યાંગ પ્રવાસી, વિદ્યાર્થી, અગિયાર કેગેટરીના દર્દીને કન્સેશનનો સમાવેશ થાય છે, એમ રેલવેએ જણાવ્યું હતું.

દેશભરમાં કોરોના મહામારીને લાખો લોકોએ જીવ ગુમાવ્યો, જ્યારે આ મહામારીને કારણે રેલવેએ બંધ કરેલ સિનિયર સિટિઝનનું કન્સેશન બંધ કર્યું હતું, પરંતુ હવે બીજા અન્ય કન્સેશન બંધ કર્યા હોવાની ચોંકાવનારી માહિતી મળી હતી. મે, 2021થી ભારતીય રેલવેએ કોવિડ-19 મહામારીને કારણે સિનિયર સિટીઝન જ નહીં, પરંતુ આર્ટિસ્ટોને પણ કન્સેશન બંધ થયા હતા. હાલના તબક્કે નવી કેટેગરીમાં આર્ટિસ્ટ-કલાકારો/સ્પોર્ટસપર્સનના નામનો ક્યાંય ઉલ્લેખ નથી, એમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

દિવ્યાંગ પ્રવાસીઓની સાથે અન્ય દર્દીઓમાં કેન્સર, થેલેસેમિયા, હાર્ટ પેશન્ટ (ફક્ત ઓપરેશન માટે), ટીબી, નોન ફેક્શિયસ લેપ્રસી, એઈડ્સ દર્દી, કિડનીના દર્દી ફક્ત ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ, એનિમિયા દર્દી (પાંડુરોગ) વગેરે કેટેગરીના દર્દીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મિલિટરી કન્સેશન અને રેલવે પાસ (રેલવેના કર્મચારીઓ)ને માન્યતા આપવામાં આવી છે, એમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

દેશમાં સસ્તા પરિવહન માટે ભારતીય રેલવેને ‘લાઈફલાઈન’ કહેવાય છે, પરંતુ ભાડું ઓછું હોવાથી રેલવેને નુકસાન થઈ રહ્યું હોવાનો દાવો કરવામાં આવે છે. આ દાવા અન્વયે કોરોના મહામારી વખતે રેલવેએ સિનિયર સિટિઝનને આપેલા કન્સેશન બંધ કર્યું હતું. 1,667 કરોડ રુપિયા બચાવવા માટે વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતું કન્સેશન બંધ કરવામાં આવ્યું હતું, એમ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે પણ લોકસભામાં જણાવ્યું હતું. રેલવેએ વર્ષ 2019-20માં પેસેન્જર ટિકિટ પર સબસિડી તરીકે 59,000 કરોડ રૂપિયા ખર્ચવા પડ્યા હતા. સરકાર ટ્રેનમાં મુસાફરી કરતા દરેક વ્યક્તિને સરેરાશ 53 ટકા સબસિડી આપે છે અને આ સબસિડી તમામ મુસાફરોને આપવામાં આવી રહી છે. આ સિવાય સરકાર વિકલાંગ લોકો, વિદ્યાર્થીઓ અને દર્દીઓને રેલ યાત્રા પર અલગથી સબસિડી આપે છે.

હાલના તબક્કે વિદ્યાર્થીઓ, મિલિટરી સહિત અન્ય દર્દીઓને આપવામાં આવે છે, પરંતુ હવે ખેડૂતો, ઔદ્યોગિક મજૂરો (પ્રદર્શન), દૂધ ઉત્પાદક ખેડૂતો, ભારત કિશાન સમાજ અને સર્વોદય સમાજ વર્ધા, શિક્ષકો, આર્ટિસ્ટ, ફિલ્મ ટેક્નિશિયન્સ, આઈએમએફ સહિત અન્ય લોકોને આપવામાં રેલવે કન્સેશન બંધ કરવામાં આવ્યા છે, જેના અંગે અત્યાર સુધીમાં નવું નોટિફિકેશન આપવામાં આવ્યું નથી, એમ પશ્ચિમ રેલવેના અધિકારીએ પણ જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button