Fact Check: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટોઇલેટ્સ ક્લોગ થઇ જતાં મુસાફરો ક્રૂ સાથે ઝઘડી પડ્યા; શું છે વાયરલ વીડિયોની હકીકત

મુંબઈ: ટાટા ગ્રુપની માલિકી એરલાઈન એર ઇન્ડિયા અલગ અલગ કારણોસર સતત ચર્ચામાં રહે છે. થોડા દિવસો અગાઉ અમેરિકાના શિકાગોથી ટેક ઓફ કરીને દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને પરત શિકાગો ફરવું પડ્યું, કારણે વિમાન પરના મોટાભાગને ટોઇલેટ્સ ક્લોગ થઇ (Toilets clogged on Air Indian Flight) ગયા હતાં. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં મુસાફરો ક્રૂ મેમ્બર્સ સાથે ઝઘડતા જોવા મળે છે.
6 માર્ચે શિકાગોથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI126એ હવામાં 10 કલાક વિતાવ્યા બાદશિકાગો પરત ફરી હતી. અહેવાલ મુજબ ફ્લાઈટ પરના 12 માંથી 8 ટોઇલેટ્સ ક્લોગ થઇ ગયા હતાં, મુસાફરોએ ફરિયાદ કરતા ફ્લાઈટને પરત ફરવું પડ્યું.
એર ઇન્ડિયાનું નિવેદન:
એર ઇન્ડિયાના પ્રવક્તાએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ફ્લાઈટ ટેક ઓફ થયાના લગભગ એક કલાક અને પિસ્તાળીસ મિનિટ પછી, ક્રૂને જાણવા મળ્યું કે બિઝનેસ અને ઇકોનોમી ક્લાસના કેટલાક ટોઇલેટ્સનો ઉપયોગ થઇ શકે એમ નથી. વિમાન એટલાન્ટિક મહાસાગરની ઉપર પહોંચ્યું ત્યાં સુધીમાં, બે તૃતીયાંશ ટોઇલેટ્સ ઉપયોગ થઇ શકે એવા રહ્યા ન હતાં. જેના કારણે તમામ મુસાફરોને અગવડતા થઈ રહી હતી.”
એરલાઇને પહેલા તેને “ટેકનિકલ ઇસ્યુ” ગણાવ્યો હતો, પરંતુ બાદમાં એરલાઈને લખ્યું કે કેટલાક લોકોએ પોલિથીન બેગ અને કપડાંના ટુકડા ફ્લશ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને કારણે ટોઇલેટ્સ બિનઉપયોગી બની ગયા હતાં.
આ પણ વાંચો…મહારાષ્ટ્ર બજેટ 2025-26 જનકલ્યાણ યોજનાઓના બોજ હેઠળ…
સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ:
આ ઘટનાને કારણે એરલાઈનની ઘણી ટીકા થઈ હતી, ઘણા લોકોએ આ ઘટનાને એરલાઈન માટે શરમજનક ગણાવી હતી.
આ ઘટનાની ટીકા કરતા Dom Lucre નામના એક X યુઝરે એક એવો વિડીયો શેર કર્યો હતો. જેમાં ફ્લાઈટમાં હાજર કેટલાક ભારતીય મુસાફરો ક્રૂ મેમ્બર સાથે દલીલ કરતા જોવા મળે છે. યુઝરે દાવો કર્યો કે આ વિડીયો એર ઈન્ડિયાની ફ્લાઈટ AI126નો છે. પોસ્ટને લાખો વ્યૂઝ મળ્યા છે અને ઘણી કમેન્ટ્સ પણ મળી છે.
જોકે, હકીકત એ છે કે આ વિડીયો માર્ચ 2025માં નહીં પરંતુ બે મહિના પહેલા, જાન્યુઆરી 2025માં શૂટ કરવામાં આવ્યો હતો. આ વિડીયો સૌપ્રથમ 6 જાન્યુઆરી, 2025 ના રોજ X પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વિડીયો લંડનથી ભારત માટેની એર ઈન્ડિયાની ફ્લાઇટનો છે, મુસાફરો 7 કલાક વિમાનમાં બેઠા રહ્યા બાદ ફ્લાઇટ રદ કરવામાં આવી છે. ત્યાર બાદ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ વચ્ચે દલીલો થઇ હતી.
