નેશનલ

‘જાહેર જગ્યાઓએ સ્તનપાન માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવે’ સુપ્રીમ કોર્ટેનો કેન્દ્ર અને રાજ્યોને નિર્દેશ

નવી દિલ્હી: ભારતની સુપ્રીમ કોર્ટે પબ્લિક સ્પેસ અને વર્ક પ્લેસ પર બાળકોને સ્તનપાન કરાવવા માટે સુવિધા ઉભી કરવામાં અંગે મહત્વના નિર્દેશ (SC Directions for Breastfeeding Facility at Public spaces) આપ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી એડવાઇઝરી પર યોગ્ય પગલાં લેવા સુપ્રીમ કોર્ટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યા હતાં.

સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે ‘પબ્લિક સ્પેસ અને વર્ક પ્લેસ પર સ્તનપાનને કલંકિત(Stigmatised) ન ગણવું જોઈએ. કોર્ટે સ્તનપાન માટે જાહેર સ્થળોએ ફિડીંગ એન્ડ ચાઈલ્ડ કેર રૂમ બનાવવા અંગે નિર્દેશ આપ્યા.

કોર્ટના આ અવલોકનનો મતલબ હતો કે સ્તનપાનને એ રીતે ન જોવામાં આવે કે એ કંઈક ખોટું છે. કોર્ટે કહ્યું કે સ્તનપાનએ બાળકોનો અધિકાર છે અને તે સામાન્ય બાબત હોવી જોઈએ. ઉપરાંત, મહિલાઓની પ્રાઈવસી માટે જાહેર ઇમારતોમાં અલગ રૂમ બનાવવા જોઈએ.

બાળકો અને માતાનો અધિકાર:
જસ્ટિસ બી.વી. નાગરત્ન અને પી.બી. ન્યાયાધીશ વરાલેની બેન્ચે કહ્યું, ‘સ્તનપાન એ બાળકના જીવન, અસ્તિત્વ અને ઉત્તમ આરોગ્યના અધિકારનો અભિન્ન ભાગ છે. આ સ્ત્રીની રીપ્રોડક્ટીવ પ્રોસેસનો એક અભિન્ન અંગ છે અને માતા અને બાળક બંનેના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે જરૂરી છે.’

રાજ્ય અને નાગરિકોની ફરજ:
બેન્ચે કહ્યું કે આ દેશના નાગરિકોને ભારતના બંધારણના અનુચ્છેદ 51A(e) મુજબ મહિલાઓના સમ્માનને નુકશાન પહોંચાડતી પ્રથાઓ છોડી દેવીએ નાગરીકોની ફરજ છે. બેન્ચે જણાવ્યું હતું કે માતાઓ બાળકોને સ્તનપાન કરાવવાના અધિકારનો ઉપયોગ સુવિધાજનક રીતે કરી શકે એ ખતરી કરવી રાજ્યની ફરજ છે, આ ઉપરાંત નાગરીકોની ફરજ છે કે પબ્લિક સ્પેસ અને વર્ક પ્લેસમાં સ્તનપાનને કલંકિત ન કરવામાં આવે.

જાહેર સ્થળોએ ફિડીંગ એન્ડ ચાઈલ્ડ કેર રૂમ અને ઘોડિયાઘર બનાવવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે આ નિર્દેશો આપ્યા હતાં. સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે બાળકને સ્તનપાન કરાવવાનો અધિકાર માતા સાથે અવિભાજ્ય રીતે જોડાયેલો છે.

આ પણ વાંચો…પદમાકર શિવાલકર ભારત વતી રમ્યા નહોતા છતાં દેશના મહાન સ્પિનર્સમાં ગણાતા હતા

સુવિધા ઉભી કરાશે:
સુપ્રીમ કોર્ટે 27 ફેબ્રુઆરી, 2024 ના રોજ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવ અને શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જાહેર ઇમારતોમાં નર્સિંગ રૂમ, ક્રેચ માટે જગ્યા ફાળવવા માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે જાહેર કરાયેલી એડવાઇઝરી પર વિચાર કર્યો હતો.

આ એડવાઇઝરીમાં ફીડિંગ રૂમ માટે જગ્યા ફાળવવાની જોગવાઈ છે, જેમાં 50 કે તેથી વધુ મહિલા કર્મચારીઓ ધરાવતી દરેક જાહેર ઇમારતમાં ઓછામાં ઓછી એક ક્રેચ સુવિધાનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button