Facebook, Instagram Down થવાનું DDOS Attack? શું છે આ DDOS Attack?

Facebook, Instagram Down: મંગળવારે એટલે કે પાંચમી ફેબ્રુઆરીના રાતે સાડાઆઠ વાગ્યાની આસપાસ સૌથી વધુ લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એટલે કે Facebook, Instagram Down થઈ હતા. જેને કારણે અનેક યુઝર્સને એકાઉન્ટ ઓટોમેટિકલી લોગ આઉટ થઈ ગયા હતા અને યુઝર્સને લોગઈન કરવામાં મુશ્કેલી આવી રહી હતી. અંદાજિત દોઢ કલાકની આસપાસ બંને પ્લેટફોર્મ ફરી કામ કરતાં થઈ ગયા હતા. હવે આ માટે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે આ કદાચ DDOS એટેકના કારણે થયું હશે.
હવે કંપની દ્વારા આ બાબતે મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. કંપની દ્વારા એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે આવું કદાચ DDOS એટેકને કારણે બની શકે છે. આઈ નો હવે તમને થશે કે આખરે આ DDOS એટેક છે શું? ચાલો જાણવાનો પ્રયાસ કરીએ છે શું છે આ DDOS Attack..
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, DDOS એટેકના કારણે આવું થઈ શકે છે. વાત જાણે એમ છે કે ઘણી વખત સાઈબર એટેકમાં અનેક લોકો એક સાથે સર્વર પર લોગ ઈન કરવાનો પ્રયાસ કરે છે અને આ રીતે કેપેસિટી કરતાં વધુ લોકો એક સાથે સર્વર પર લોગ ઈન કરે છે, જેમાંથી મોટા ભાગના ફેક યુઝર્સ હોય છે. આ DDOS એટેક BOTS દ્વારા પણ કરવામાં આવે છે અને આ એક પ્રકારનો કમ્પ્યુટર રોબોટ છે. જેને સાઈબર ટર્મમાં યુઝર એટેક તરીકે ઓળખવામાં આવે છે.
આ DDOS Attackને કારણે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની સર્વિસ ખોટકાઈ હતી, પરંતુ તેમ છતાં વોટ્સએપની સર્વિસ સારી રીતે કામ કરી રહી હતી. બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી યુઝર્સના એકાઉન્ટ જાતે જ લોગ આઉટ થઈ ગયા હતા. આ એપ્સ કામ કરવાનું બંધ કરતાં યુઝર્સે સોશિયલ મીડિયા પર પ્લેફોર્મ એક્સ પર ફરિયાદો કરી હતી અને મીમ્સ પણ વાઈરલ થયા હતા. 3,00,000થી વધુ યુઝર્સે ફેસબુક આઉટેજની અને 20,000 લોકોએ ઇન્સ્ટાગ્રામ ડાઉન હોવાની ફરિયાદ કરી હતી.