નેશનલ

ફેસબુક-ઇન્સ્ટાગ્રામ ડાઉન, કરોડો યુઝર્સ ટેન્શનમાં

મુંબઈ: દેશમાં મંગળવારે અચાનક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ડાઉન થઇ ગયા હતા. બન્ને પોપ્યુલર સોશિયલ મીડિયા પર ક્ધટેન્ટ ડાઉનલોડ કરવામાં ઘણો સમય લાગી રહ્યો હતો. અલગ અલગ યુઝર્સને અલગ અલગ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો. મોટાભાગના લોકો ફેસબુક-ઇન્સ્ટા ચલાવી શકતા નહોતા.

યુઝર્સને લોગિન કરવામાં સમસ્યા આવી રહી હતી, જ્યારે લોગિન કરે તો મેલ પર ઓટીપી શેર કરવાનું કહેવામાં આવી રહ્યું હતું, પરંતુ પર્સનલ ડિટેલની માહિતી પણ ખોટી દેખાઇ રહી હતી.
સૂત્રોના જણાવ્યાનુસાર આ સમસ્યા સાંજે સાડા આઠ વાગ્યાથી શરૂ થઇ હતી જે મોડી રાત સુધી ચાલુ હતી. કંપની તરફથી કોઇ સ્પષ્ટતા કરાઇ નહોતી.

કરોડો યુઝર્સ દ્વારા એક્સ પર આ અંગે માહિતી શેર કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ફેસબુકને એક આઉટેજનો સામનો કરવો પડ્યો હતો તેથી તેના દ્વારા યુઝર્સને લોગઆઉટ કરવામાં આવ્યા હતા. આઉટેજને કારણે યુઝર્સનો પાસવર્ડ સ્વીકાર કરવામાં આવતો નહોતો. ઇન્સ્ટા પર પણ આવી જ સમસ્યા હતી. યુઝર્સ ક્ધટેન્ટ અપલોડ કરી શકતા નહોતા. ૨૮ ટકા લોકોને લોગિન કરવામાં પણ મુશ્કેલી નડી હતી.

ફેસબુકની વાત કરીએ તો બાવન ટકા યુઝર્સને લોગિન કરવામાં, ૪૦ ટકા યુઝર્સને ક્ધટેન્ટ લોડ કરવામાં મુશ્કેલી આવી હતી, જ્યારે આઠ ટકા યુઝર્સને ફેસબુક-વેબસાઇટ ખોલવામાં મુશ્કેલી નડી હતી. જાહેરાત કરાઇ નહોતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button