કેમ F-22 રૅપ્ટરને માનવામાં આવે છે દુનિયાનું સૌથી ખતરનાક ફાઈટર જેટ? અહીં છે તેની તમામ વિગતો. | મુંબઈ સમાચાર
નેશનલ

કેમ F-22 રૅપ્ટરને માનવામાં આવે છે દુનિયાનું સૌથી ખતરનાક ફાઈટર જેટ? અહીં છે તેની તમામ વિગતો.

દુનિયાનું સૌથી ખતરનાક અને એડવાન્સ ફાઇટર જેટનો પ્રશ્ન કરવામાં આવે તો આપણા મગજમાં કદાચ જે નામની યાદી સામે આવે તેમાં ફ્રાંસનું રાફેલ, અમેરિકાનું F-35 કે રશિયાનું સુખોઈ-57 આવે, આઆ ત્રણે ખૂબ જ એડવાન્સ અને મલ્ટીરોલ ફાઇટર જેટ્સ છે પરંતુ આમાનું ખતરનાક ફાઇટર જેટ છે F-22 રૅપ્ટર.

આ ફાઇટર જેટનું નિર્માણ અમેરિકન કંપની લૉકહિડ માર્ટિને વર્ષ 1990માં વિકસાવ્યું હતું. આ ફાઇટર જેટ એટલું ખતરનાક છે કે અમેરિકાએ તેના નજીકના દેશોને પણ નહોતું વેચ્યું. આમ F-22 રૅપ્ટર માત્રને માત્ર અમેરિકી એરફોર્સ પાસે જ છે.

F-22 ફાઇટર જેટને યુદ્ધ જીતવા માટે નહીં પરંતુ દુશ્મનની રડારમાં આવ્યા પહેલા જ તેના પર હુમલો કરવા માટે વિક્સવવામાં આવ્યું છે. આ કારણે જ તેને એર સુપીરીટી ફાઇટર જેટ પણ કહેવામાં આવે છે. F-22 રૅપ્ટરનું AN/APG-77 AESA રડાર એક સાથે અનેક દુશ્મન વિમાનોને ટ્રેક કરવાની અને લાંબા અંતરથી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.

આ અત્યાધુનિક જેટ AIM-120 AMRAAM અને AIM-9 સાઈડવાઈન્ડર જેવી ઘાતક મિસાઈલોથી સજ્જ છે. એટલું જ નહીં, તેની એર-ટુ-ગ્રાઉન્ડ હુમલાની ક્ષમતા તેને મલ્ટી-રોલ મિશન પાર પાડવા માટે સક્ષમ બનાવે છે.

આપણ વાંચો: અદાણી બનાવશે ભારત માટે 5મી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ? 15 હજાર કરોડનો ખર્ચ થશે

શું છે તેની ખાસિયત?

F-22નું AN/APG-77 AESA રડાર એકસાથે અનેક દુશ્મન વિમાનોને ટ્રેક કરી શકે છે અને લાંબા અંતરથી હુમલો કરવા સક્ષમ છે. તેમાં એર-ટુ-ગ્રાઉન્ડ એટેકની પણ ક્ષમતા છે, જેનાથી તે મલ્ટી-રોલ મિશનો પાર પાડી શકે છે. તેની મહત્તમ ઝડપ મેક 2.25 (લગભગ 2,414 કિમી/કલાક) છે, જે તેને દુનિયાના સૌથી ઝડપી ફાઈટર જેટ્સમાં સામેલ કરે છે.

F-22 અને F-35 માંથી કોણ વધુ તાકાતવર?

જોકે F-22 અને F-35 બંને લૉકહીડ માર્ટિન દ્વારા બનાવવામાં આવ્યા છે, પરંતુ બંનેનો હેતુ અલગ-અલગ છે. F-22 મુખ્યત્વે હવાથી હવામાં લડાઈ માટે એટલે કે એર ડૉમિનન્સ માટે બનેલો છે.

જ્યારે F-35 લાઈટનિંગ II મલ્ટિરોલ મિશન માટે વિકસાવવામાં આવ્યો છે, એટલે કે હવાથી હવા અને હવાથી જમીન બંનેમાં હુમલો કરવામાં માહેર છે. સૈન્ય વિશ્લેષકોના મતે હવાઈ શ્રેષ્ઠતા (Air Superiority)ની વાત આવે ત્યારે F-22 રૅપ્ટર હજુ પણ F-35 પર ભારે પડે છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button