નેશનલસ્પેશિયલ ફિચર્સ

પ્રદૂષણ બની રહ્યું છે આંખો માટે હાનિકારક: આટલું કરજો તો રહેશો સુરક્ષિત

નવી દિલ્હી: નોઇડા, ગુરગાવ, ફરીદાબાદ અને ગાઝિયાબાદમાં વધતા એર પોલ્યુશને આરોગ્ય નિષ્ણાંતો અને સામાન્ય નાગરિકોને ચિંતામાં મૂકી દીધા છે. આ માત્ર દિલ્હી-એનસીઆરની વાત નથી પણ દેશના ઘણાં શહેરો પ્રદૂષિત હવાને કારણે ચિંતિત છે.

આ અંગે વાત કરતાં એક જાણીતા આઇ સ્પેશિયાલિસ્ટે જણાવ્યું હતું કે, એર પોલ્યુશન હવે વૈશ્વિક સ્તરે ચિંતાનો વિષય બની ગયું છે. જેને કારણે આરોગ્યને લગતી અનેક તકલીફો થઇ રહી છે. સામાન્ય રીતે હવાના પ્રદૂષણને કારણે શ્વાસન તંત્ર પર માઠી અસર પહોંચે છે એવી જાણકારી આપડાં બધાને છે. પણ આ પ્રદૂષણ આંખોને પણ બહુ મોટું નુકસાન પહોંચાડી શકે છે એ વાતને આપડે નજરઅંદાજ કરીએ છીએ. ત્યારે જાણી લઇએ કે નિષ્ણાંતોના મત મુજબ એર પોલ્યુશન તમારી આંખોને કઇ રીતે નુકસાન પહોંચાડી શકે છે, કેવા પ્રોબ્લેમ થઇ શકે છે, વોર્નીંગ સાઇન્સ કે ક્યારે તબીબી સલાહ લેવી અને આંખોની સંભાળ કંઇ રીતે રાખવી તેવા વિવિધ પ્રશ્નો અંગે જાણકારી મેળવીએ.

આવા લક્ષણો દેખાય તો ડોક્ટરનો સંપર્ક કરો…..

1) આંખો લાલ થવી, ખંજવાળ આવવી અથવા તો આંખોમાં બળતરા થવી.


2) સતત આંખોમાંથી પાણી નિકળવું.


3) આંખમાં કંઇક ખૂંચતુ હોય તેવું સતત અનુભવવું.


4) ધૂંધળું દેખાવું.


5) લાઇટ તરફ જોવામાં તકલીફ થવી


6) સવારે આંખોમાંથી સ્ત્રાવ નીકળવો.


7) જોવામાં તકલીફ થવી ખાસ કરીને રાતના સમયે ધૂંધળુ દેખાવું.

પ્રદૂષણ સામે આંખોના રક્ષણ માટે આટલું જરુર કરો…..

1) આયડ્રોપનો ઉપયોગ તમારી આંખોની ડ્રાયનેસ ઓછી કરવામાં મદદ કરશે. પ્રિઝર્વેટીવ ફ્રિ આર્ટીફિશીયલ ટીયર્સનો ઉપયોગ કરો.


2) જ્યાં હવાના પ્રદૂષણની માત્રા વધુ છે એવા સ્થળોએ બહાર નિકળતી વખતે આંખોને કવર કરી લે તેવા ચશ્માનો ઉપયોગ કરવો.


3) હાઇડ્રેડ રહો… આંખોની ટીયર ફિલ્મને હેલ્થી રાખવા યોગ્ય પ્રમાણમાં પાણી પીતાં રહો.


4) આંખોને ચોળવાનું ટાળો નહીં તો તે તેમારી આંખના નાજૂક ભાગને મોટું નુકસાન પહોંચાડી શકે છે. આંખો ચોળવાને કારણે ઇરીટેશન વધી શકે છે. જો તમને વારંવાર ખંજવાળ આવતી હોય તો હાથ સ્વચ્છ કર્યા વગર આંખમાં નાંખવાનું ટાળો અથવા તો સ્ચર્લાઇઝ આયવોશ વાપરો.


5) એર પ્યુરીફાર્સનો ઉપયોગ કરો. પ્રદૂષણનું પ્રમાણ વધુ હોય ત્યારે દિવસ દરમીયાન ઘરની બારીઓ બંધ રાખો.


6) નિયમીત રીતે આંખોની ચકાસણી કરતાં રહો. ખાસ કરીને જ્યારે તમને આંખોમાં કે જોવામાં કોઇ તકલીફ અનુભવાય તો તરત તબીબની સલાહ લેવી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button