નવી દિલ્હી : દેશના અનેક રાજ્યોમાં ગરમીનો(Heat Wave) પ્રકોપ સતત વધી રહ્યો છે. જેમાં ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં આકરી ગરમીના કારણે લોકોની સ્થિતિ દયનીય બની છે. હવામાન વિભાગના(IMD) જણાવ્યા અનુસાર અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર રહ્યો છે. જો કે આ કાળઝાળ ગરમીની અસર લોકો પર પણ પડી રહી છે. સ્થિતિ એવી છે કે ઘણા શહેરોમાં હીટવેવના કારણે લોકોના મોત થઈ રહ્યા છે. જેમાં દિલ્હી એનસીઆર, રાજસ્થાન, હરિયાણા અને પશ્ચિમ યુપી વગેરેમાં તાપમાનના દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યું છે.
ઓડિશામાં 10 મૃત્યુ પામ્યા
ઓડિશાના રાઉરકેલા શહેરમાં ગુરુવારે તીવ્ર ગરમીના કારણે અત્યાર સુધી 10 લોકોના મોત થયા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ચરમસીમાએ છે. સરકારી હોસ્પિટલના ઈન્ચાર્જ ડોક્ટરના જણાવ્યા અનુસાર, મૃત્યુના આ 10 કેસ માત્ર બેથી છ કલાકના સમયગાળામાં થયા છે. હોસ્પિટલ પહોંચતા પહેલા જ આઠ લોકોના મોત થયા હતા. જ્યારે બાકીના બે લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા.
Read More: ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીનો કહેર, દિલ્હીમાં એક બિહારી યુવાનનું હીટસ્ટ્રોકથી મોત
ઝારખંડમાં 4 મૃત્યુ પામ્યા
ઝારખંડના પલામુમાં ભારે ગરમીના કારણે મોતનો ત્રીજો કેસ સામે આવ્યો છે. પલામુ જિલ્લામાં તીવ્ર ગરમીના લક્ષણોને કારણે એક મહિલા સહિત ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે. જેમાંથી ત્રણ લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. જ્યારે 1નું હોસ્પિટલની બહાર મોત થયું હતું. આ તમામને ભારે ગરમીને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો.
Read More: દિલ્હીની હૉસ્પિટલમાં હીટસ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ…. આઇસ બાથ ટબ
રાજસ્થાનમાં 5ના મોત થયા
રાજસ્થાનમાં કાળઝાળ ગરમીને કારણે અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે. ખુદ રાજ્ય સરકારે આ વાત સ્વીકારી છે. રાજ્યના નિયામક (જાહેર આરોગ્ય) ડૉ. રવિ પ્રકાશ માથુરે જણાવ્યું હતું કે, “અત્યાર સુધીમાં રાજ્યમાં ગરમીના કારણે પાંચ મૃત્યુ થયા છે. જોકે, અધિકારીનું કહેવું છે કે આકરી ગરમી દરમિયાન ગંભીર બીમારીઓ અને અન્ય કારણોસર મૃત્યુ પણ થાય છે. પ્રોટોકોલ મુજબ તેમનું મૃત્યુ હીટ સ્ટ્રોકથી થયું હોવાનું માની શકાય નહીં.