ટોપ ન્યૂઝનેશનલ

પંજાબના હોશિયારપુરમાં વિસ્ફોટો સંભળાયા; સરહદ પર પાકિસ્તાનનો ગોળીબાર…

નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને નામ સંબોધનમાં પાકિસ્તાનને કડક ચેતવણી આપ્યાના થોડા કલાકોમાં જ પાકિસ્તાને યુદ્ધ વિરામનું ઉલંઘન કર્યું છે. જમ્મુ અને કાશ્મીરના સાંબામાં ડ્રોન જોવા મળ્યા છે, જ્યારે પંજાબના હોશિયારપુરમાં પણ વિસ્ફોટો સંભળાયા છે.

હોશિયારપુરના ડેપ્યુટી કમિશનર આશિકાએ પુષ્ટિ આપી કે દસુયા વિસ્તારમાં વિસ્ફોટો સંભળાયા હતા. તેમણે જણાવ્યું કે “અમે પહેલાથી જ ભારતીય સશસ્ત્ર દળો સાથે સંકલન કરી રહ્યા છીએ, સશસ્ત્ર દળોએ વહીવટીતંત્રને જાણ કરી હતી કે આ વિસ્તારમાં ડ્રોન જોવા મળી રહ્યા છે.”

તમણે વધુમાં જણાવ્યું હતું કે તેમના ઇનપુટના આધારે, જિલ્લાના દસુયા અને મુકેરિયા વિસ્તારોમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે.

સાંબામાં ડ્રોન તોડી પાડવામાં આવ્યા:
સાંબા અને હીરાનગરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર નાના હથિયારોથી ગોળીબાર થયો હોવાના અહેવાલ છે. સાંબામાં લગભગ 10 થી 12 ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હોવાના અહેવાલ છે. જમ્મુ, સાંબા અને વૈષ્ણો દેવી ભવન અને યાત્રા ટ્રેક વિસ્તારોમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. ભારતની એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરવામાં આવી છે.

એક ન્યુઝ એજન્સીએ સેનાના સૂત્રોએ ટાંકીને લખ્યું કે સાંબા સેક્ટરમાં ખૂબ જ ઓછી સંખ્યામાં ડ્રોન આવ્યા છે. તેમને રોકવામાં આવી રહ્યા છે અને ગભરાવાની કોઈ વાત નથી. શરૂઆતમાં આવેલા ડ્રોનને એર ડિફેન્સ સિસ્ટમે તોડી પાડ્યા બાદ ડ્રોન પ્રવૃત્તિ જોવા મળી રહી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button