Explosion in Tamil Nadu : તમીલનાડુ ફટાકડા ફેકટરીમાં સર્જાયું મોતનું તાંડવ : ભયંકર વિસ્ફોટમાં 10નાં મોત | મુંબઈ સમાચાર

Explosion in Tamil Nadu : તમીલનાડુ ફટાકડા ફેકટરીમાં સર્જાયું મોતનું તાંડવ : ભયંકર વિસ્ફોટમાં 10નાં મોત

ચેન્નાઈ : તમિલનાડુના દક્ષિણ વિરુધુનગર જિલ્લાના શિવકાશીના સેંગામાલાપટ્ટી ગામમાં ફટાકડાની ફેકટરીમાં (firecracker factory) થયેલા વિસ્ફોટમાં મૃત્યુઆંક 10એ પહોંચી ગયો છે. આ મૃતકોમાં છ મહિલાઓનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા જણાવાયુ હતું કે વિસ્ફોટમાં ઘાયલ અને દાઝી ગયેલા 13 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ ભયંકર વિસ્ફોટ ગુરુવારે બપોરે થયો હતો. આ સમયે એક ખાનગી ફટાકડા યુનિટમાં લગભગ સો મજૂરો ફેન્સી ફટાકડા બનાવી રહ્યા હતા. દુર્ઘટનામાં છ મજૂરોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણ લોકોનું શિવકાશી સરકારી હોસ્પિટલમાં સારવાર દરમીયાન મૃત્યુ થયું હતું.

વિસ્ફોટ બાદ બચાવ કામગીરીનાં અંતે એક કર્મચારી ગુમ થયાની જાણ થઈ હતી. જેની શોધખોળ કરતા મોડી રાત્રે કાટમાળમાંથી તે અધિકારીના સળગેલા અવશેષો મળી આવ્યા હતા, આથી દુર્ઘટનામાં મૃત્યુઆંક 10 પર પહોંચી ગયો છે. ત્યારબાદ પોલીસે કાયદાકીય કાર્યવાહી કરતા ફટાકડાના એકમના માલિક અને અન્ય બે સામે પાંચ ગુનાઓ નોંધ્યા છે.

આ દુર્ઘટના બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, તમિલનાડુના ગવર્નર આર.એન.રવિ, મુખ્યમંત્રી એમકે સ્ટાલિન અને બીજેપીના પ્રદેશ અધ્યક્ષ કે.અન્નામલાઈ, ટીએનસીસીના વડા કે.સેલ્વાપેરુન્થગાઈ, ટીએમસીના નેતા જી.કે.વાસન, પીએમકે નેતાઓ સહિતના રાજકીય પાર્ટીઓ સહીત આગેવાનોએ વિસ્ફોટમાં થયેલા મોત પર શોક વ્યક્ત કર્યો હતો.

સંબંધિત લેખો

Back to top button