નેશનલ

પંજાબમાં ભાજપના નેતાના ઘર પર વિસ્ફોટઃ બે લોકોની કરાઇ ધરપકડ

ચંદીગઢઃ પંજાબમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા મનોરંજન કાલિયાનાના જલંધર સ્થિત ઘર પર આજે સવારે થયેલા વિસ્ફોટ મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ જાણકારી આપી હતી. ભારતીય જનતા પાર્ટીના નેતાના નિવાસસ્થાને થયેલા વિસ્ફોટથી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ મનપ્રીત સિંહે જણાવ્યું હતું કે ફોરેન્સિક ટીમ સેમ્પલ એકત્રિત કરવા માટે ઘટનાસ્થળેથી એકત્ર કરવામાં આવ્યા છે.

પોલીસે જણાવ્યું હતું કે વિસ્ફોટથી કાલિયાના ઘરની બારીઓ તૂટી ગઈ હતી અને એલ્યુમિનિયમ દીવાલ (પાર્ટીશન), આંગણામાં પાર્ક કરેલી તેમની એસયુવી અને મોટરસાઇકલને નુકસાન થયું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જલંધરના શાસ્ત્રીમાર્કેટ નજીક કાલિયાના ઘરની બહાર એક મોટો અવાજ સંભળાયો હતો.

સિંહે જણાવ્યું હતું કે, “ફોરેન્સિક ટીમ આ મામલાની તપાસ કરી રહી છે.” આરોપીઓને શોધવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા હતા. કાલિયા ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપના પંજાબ એકમના ભૂતપૂર્વ પ્રમુખ છે.

આ પણ વાંચો: હરિયાણામાં JJP નેતાની ગોળી મારી હત્યા, ઘટનાના 2 કલાક પહેલા કરી હતી FB પોસ્ટ…

કાલિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે આ હેન્ડ ગ્રેનેડથી થયેલો વિસ્ફોટ હોઈ શકે છે. આ હુમલો એટલો ક્રૂર હતો કે ઘરના એક ભાગને અલગ કરતી (એલ્યુમિનિયમ) દિવાલને ભારે નુકસાન થયું હતું. રસોડાની બારીના કાચને નુકસાન થયું હતું. બાથરૂમનો દરવાજો ક્ષતિગ્રસ્ત હતો. કાલિયાએ જણાવ્યું કે જ્યારે તેમણે વિસ્ફોટનો અવાજ સાંભળ્યો ત્યારે તે સૂઈ રહ્યા હતા.

તેમણે કહ્યું હતું કે પહેલા તો તેમને લાગ્યું કે ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાં વધુ પડતા દબાણને કારણે વિસ્ફોટ થયો છે, પરંતુ તેમના ડ્રાઇવરે તેમને કહ્યું કે વિસ્ફોટ થયો છે. આ પછી તેમણે પોલીસને ફોન કર્યો હતો પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો નહીં. તેમણે તેમના ‘ગનમેન’ને પોલીસ સ્ટેશન મોકલ્યો હતો.

જલંધર જિલ્લા ભાજપ પ્રમુખ સુશીલ શર્માએ જણાવ્યું હતું કે કેટલાક અજાણ્યા લોકો ઈ-રિક્ષામાં આવ્યા હતા અને નેતાના નિવાસસ્થાન તરફ “હેન્ડ ગ્રેનેડ” ફેંક્યો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે પહેલા એક ઈ-રિક્ષા તેમના ઘરની સામેથી પસાર થઈ અને થોડા સમય પછી ઈ-રિક્ષા પાછી ફરી અને પછી વિસ્ફોટ થયો હતો. ભાજપ નેતાએ કહ્યું કે પોલીસ સ્ટેશન ઘટનાસ્થળથી લગભગ 100 મીટર દૂર છે.

આ પણ વાંચો: સુરતમાં ભાજપના મહિલા નેતાનાં મોત મામલે મોટો ઘટસ્ફોટ, ફોનમાં મળેલી વસ્તુથી મચી ગયો હડકંપ

કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ અને પઠાણકોટના ધારાસભ્ય અશ્વની શર્માએ કાલિયાના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી. બિટ્ટુએ આરોપ લગાવ્યો કે આ એક વરિષ્ઠ અને હિન્દુ નેતા વિરુદ્ધ “સુનિયોજિત કાવતરું” હોય તેવું લાગે છે. બિટ્ટુએ કહ્યું, “કાલિયાના નિવાસસ્થાન પર હુમલો કરવામાં આવ્યો હતો. અમે નક્સલવાદી વિસ્તારોમાં અથવા શ્રીનગરમાં આવી ઘટનાઓ વિશે સાંભળતા હતા. હવે પંજાબમાં પણ આવું થઈ રહ્યું છે. વિસ્ફોટને કારણે ઘરના ફ્લોર પર એક નાનો ખાડો પડી ગયો હતો અને ઘરના દરવાજા અને બારીઓને નુકસાન થયું હતું.

બાદમાં પંજાબના કેબિનેટ મંત્રી મોહિન્દર ભગત અને આપ નેતા પવન કુમાર ટીનુ પણ કાલિયાને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. ભગતે આ વિસ્ફોટ માટે રાજ્યમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરી રહેલા બદમાશોને દોષિત ઠેરવ્યા હતા. આ ગુનાના દોષિતોને છોડવામાં આવશે નહીં.

કાલિયાના નિવાસસ્થાને થયેલા વિસ્ફોટ બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વિપક્ષી પાર્ટીઓએ રાજ્યમાં આમ આદમી પાર્ટી સરકાર પર નિશાન સાધ્યું હતું. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે મુખ્યમંત્રી ભગવંત માનના રાજીનામાની માંગણી કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button