નેશનલ

કોઈપણ પરીક્ષાનું પેપર લીક કરનાર અને નકલ કરનારને 10 વર્ષની જેલ અને આટલા કરોડનો દંડ ભરવો પડશે

નવી દિલ્હી: થોડા સમય પહેલા જ પરીક્ષાના પેપર લીક થયા અને તેના કારણે લાખો વિદ્યાર્થીઓને હેરાનગતિનો સામનો કરવો પડ્યો કારણકે પેપર લીક થવાના કારણે પરીક્ષાઓ રદ થવી કે પછી પરિણામો ના આપવા એ એકદમ સામાન્ય બાબત છે પરંતુ તેના કારણે જે વિદ્યાર્થીઓએ તૈયારીઓ કરી હોય તેમનું આખું વર્ષ બગડે છે.

આથી કેન્દ્ર સરકારે પેપર લીક કરવા પર કે પછી પરીક્ષામાં કોઈ પણ પ્રકારની છેડછાડ કરવા પર કેટલાક કડક નિયમો બનાવ્યા અને તેને લગતું એક નવું બિલ 5 ફેબ્રુઆરીના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. બિલમાં જણાવાવમાં આવ્યું છે કે પરીક્ષામાં છેડછાડ કરનાર કોઈપણ વ્યક્તિ હોય તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. લોક પરીક્ષા 2024ના અધિનિયમ પ્રમાણે સરકારી અધિકારીઓ સાથે મળીને પરીક્ષાના પ્રશ્નપત્ર લીક કરવા માટે 10 વર્ષ સુધીની જેલ અને એક કરોડ રૂપિયાનો દંડ ભરવો પડશે.

નોંધનીય છે કે આ બિલ હેઠળ તમામ ગુનાઓ કોગ્નિઝેબલ, બિનજામીનપાત્ર અને નોન-કમ્પાઉન્ડેબલ હશે, જેનો અર્થ છે કે પોલીસને પોતાની રીતે પગલાં લેવાનો (અને વોરંટ વિના શંકાસ્પદની ધરપકડ કરવાનો) અધિકાર હશે. તેમજ આરોપીઓને જામીન મળવાપાત્ર રહેશે નહીં અને કથિત ગુનાઓ સમાધાન દ્વારા ઉકેલી શકાશે નહીં.


શિક્ષણ રાજ્ય મંત્રી ડૉ. રાજકુમાર રંજન સિંહે જણાવ્યું હતું કે પરીક્ષા સાથે સંકળાયેલા સરકારી અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે કોઈપણ પરીક્ષા બાળકોનું ભવિષ્ય નક્કી કરે છે અને પરીક્ષામાં થતું ખોટું આચરણ એક કે બે વ્યક્તિઓના કારણે આવા તમામ બાળકોનું ભવિષ્ય બગાડે છે.


આથી ખાસ તો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કેટલાક બાળકોને અન્યાય થાય છે અને તે ના થાય તે માટે જ આ બિલ લાવવામાં આવ્યું છે. આ બિલમાં UPSC, SSC, બેન્કિંગ, રેલવે, JEE, NEET, CUET સહિતની શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં પ્રવેશ માટે સરકાર દ્વારા લેવામાં આવતી તમામ જાહેર પરીક્ષાઓનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ છે.

બિલની જોગવાઈઓનું ઉલ્લંઘન કરનારા દોષિતોને ઓછામાં ઓછી 3 થી 5 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયા સુધીના દંડ ફરકારવામાં આવશે. આ બિલમાં સંગઠિત અપરાધ સંબંધિત મામલામાં 5 થી 10 વર્ષની જેલ અને ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

દેશમાં પેપર લીક થવાની ઘણી ઘટનાઓ બની હતી રાજસ્થાનમાં નવા મુખ્ય પ્રધાન ભજન લાલ શર્માએ ડિસેમ્બર 2023માં સત્તામાં આવ્યા બાદ સરકારી નોકરીઓમાં ભરતી સંબંધિત પરીક્ષાઓના પેપર લીક કેસોની તપાસ માટે SITની રચના અંગેનો પ્રથમ મોટો નિર્ણય લીધો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો