એક્સપાયર રસીને કારણે કેન્દ્ર સરકારની તિજોરીને આટલા કરોડનો ફટકો
મુંબઈ: કોવિડ-૧૯ની રસીની માંગણીમાં ભારે ઘટાડા જોવા મળ્યો છે, તેથી મહારાષ્ટ્રમાં કોવેક્સિન, કોવિશિલ્ડ અને કોર્બેવેક્સ રસીના એક્સપાયર થયેલા ૧.૩૪ લાખ કરોડ ડોઝનો નિકાલ લાવવામાં આવ્યો છે. આ એક્સપાયર થયેલી રસીને કારણે કેન્દ્ર સરકારનની તિજોરીને અંદાજે ૨૬ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
કોરના સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્રને ૧૨૨ લાખ કરોડ ડોઝ જારી કરવામાં આવ્યા હતા, જેમાંથી ફક્ત ૯૨ ટકા લોકોએ પહેલો અને ૮૫ ટકા લોકોએ બીજો ડોઝ લીધો હતો અને ફક્ત ૨૦ ટકા લોકોએ બૂસ્ટર ડોઝ લીધો હતો. જેને કારણે અનેક હોસ્પિટલમાં આ ડોઝની એક્સપાયરી ડેટ પૂરી થઈ ગયા બાદ આ ડોઝનો નિકાલ લાવવામાં આવ્યો હતો.
સાંગલીમાં ૧,૦૮,૫૬૦, ગઢચિરોલીમાં ૮૨,૩૯૦, ધુળેમાં ૭૬,૦૦૦ અને મુંબઈમાં ૩૭,૬૪૭ ડોઝનો એક્સપાયરી ડેટ પૂરી થઈ થવાને લીધે નિકાલ કરવામાં આવ્યો હતો.
૨૦૨૩માં માર્ચ-એપ્રિલમાં જ્યારે કોવિડ કેસોમાં વધારો જોવા મળતો હતો ત્યારે રાજ્ય સરકારે ૩૨૫ રૂપિયા પ્રતિ દરે ડોઝના દરે ૨૦,૦૦૦ રસીના ડોઝ ખરીદ્યા હતા. પણ માંગણી ઓછી હોવાથી મોટા ભાગની રસીઓના સ્ટોક હોસ્પિટલો અને દવાખાનામાં પડી રહ્યા હતા, એમ આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.