ઇન્ટરનેશનલનેશનલ

…જો એક ભૂલ થઈ તોઃ ઉતરકાશી ટનલ દુર્ઘટના મુદ્દે નિષ્ણાતે આપી આ ચીમકી

નવી દિલ્લી: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્કયારા ટનલમાં ફસાયેલા 41 મજૂરને છેલ્લા 10 દિવસથી બચાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે ત્યારે આંતરરાષ્ટ્રીય ટનલ નિષ્ણાત આર્નોલ્ડ ડિક્સે આજે સૌથી મોટું નિવેદન આપ્યું છું.

આર્નોલ્ડ ડિક્સે કહ્યું હતું કે સાઈટ પર હજુ ટેક્નિકલ મુદ્દા અવરોધરુપ છે. જ્યાં સુધી ફસાયેલા મજૂરોને બચાવવામાં આવશે નહીં ત્યાં સુધી એક પણ ભૂલ કરવાનું પોષાય એમ નથી. અમેરિકન ઓગર મશીન હાલમાં કામ કરતા નથી, પરંતુ શરુ થશે. ઓગરિંગ માટે પણ ચોક્કસ માહિતી હોવાનું જરુરી છે, તેથી એક પણ ભૂલ થઈ તો ભૂસ્ખલન થઈ શકે છે. હાલના તબક્કે મારું આગામી કામ પર્વતની ટોચ પર, પર્વતની બાજુમાં, પર્વતની પાછળ જવાનું છે અને ત્યાં ચાલી રહેલા મિશનની પ્રગતિ તપાસવાનું છે, એમ તેમણે જણાવ્યું હતું.

ભારતની એનડીઆરએફ અને વિદેશની રેસક્યું ટીમ સાથે મળીને આ ઓપેરેશનને ચલાવી રહી છે. ટનલના કાટમાળમાં ડ્રીલિંગ કરી છ ઇંચ જાડો પાઇપ નાખી મજૂરો સુધી ખોરાક, દવાઓ અને ઑક્સિજનને તેમના સુધી પહોચાડવામાં આવી રહ્યો છે. આજે રેસક્યું મિશનના દસમા દિવસે આ પાઇપ દ્વારા કૅમેરા અને વોકી-ટૉકી પણ મોકલવામાં આવ્યા છે. આ કૅમેરા અને વોકી-ટૉકી વડે મજૂરો સાથે સંપર્ક કરી અંદરની પરિસ્થિતિની માહિતી મેળવી હતી. સંપર્ક થતાં દરેક મજૂર સુરક્ષિત હોવાનું રેસક્યું ટીમને જાણવા મળ્યું હતું.

દરમિયાન યુનિવર્સિટીના જ્યોગ્રોફી ડિપાર્ટમેન્ટના એક પ્રોફેસરે માહિતી આપતા કહ્યું હતું કે સાડા ચાર કિલોમીટર લાંબી આ ટનલમાં કોઈ પણ એડિટ ટનલ બનાવવામાં આવી નહોતી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નહોતી. હિમાલયના વિસ્તારમાં કોઈ પણ પ્રકારના બાંધકામ કરવામાં આવી સમસ્યા સર્જાય છે.

સિલ્કયારાની જમીન અને ખડકો નબળા છે, જેથી ટનલ બનાવવાનો પ્રસ્તાવ મંજૂર કરતાં પહેલા કોઈ પણ પ્રકારનો સર્વે કરવામાં આવ્યો હતો કે નહીં તેની તપાસ થવી જરૂરી છે. આ વિસ્તારોમાં ભૂસ્ખલન થવું સામાન્ય બાબત છે. પણ આવી જગ્યા પર ભૂસ્ખલન જેવી દુર્ઘટનાને લીધે કોઈ પણ પ્રકારની જાન-માલની હાનિને થતી અટકાવવા એક બેકઅપ પ્લાન કામ કરનાર કંપની પાસે હોવો જરૂરી છે. આ બાબત પર અહીં કામ કરનારી કંપનીએ ધ્યાન આપ્યું નથી.

આ પ્રોજેકટમાં ચાર કિલોમીટરથી વધારે ટનલનું કામ પૂરું થઈ ગયું હતું તેમ છતાં તેમાં એક પણ એડિટ ટનલ બનાવવામાં આવી નથી. જો આ ટનલને બનાવવામાં આવી હોત તો ફસાયેલા 41 મજૂરને ટૂંક સમયમાં જ રેસક્યું કરવું શક્ય બન્યું હોત, એમ તેમણે જણાવ્યું હતું.

એડિટ ટનલ ખોદકામ વખતે સર્જાતી દુર્ઘટનામાં જીવ બચાવી શકે છે. હાલમાં જુદી જુદી પ્રકારની મશીનનો ઉપયોગથી ટનલના કાટમાળમાં ડ્રીલિંગ કરી મજૂરોને બચાવવાનું કામ ચાલી રહ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો