નેશનલ
ચંપઈ સોરેનના પ્રધાનમંડળનું વિસ્તરણ: શિબુના નાના પુત્રનો સમાવેશ
રાંચી : ઝારખંડમાં ચંપઈ સોરેન પ્રધાનમંડળનું આજે વિસ્તરણ કરાયું હતું. બીજા સાત પ્રધાનો સાથે ઝારખંડ મુક્તિ મોરચાના સર્વેસર્વા શિબુ સેારેનના નાના પુત્ર બસંત સોરેનને કેબિનેટમાં સ્થાન મળ્યું હતું. બસંત હાલમાં કથિત જમીન કૌભાંડના મની લોન્ડરિંગ કેસમાં અદાલતી કોટડીમાં રહેલા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનનો નાનો ભાઈ છે.
૧૨ સભ્યોના પ્રધાનમંડળમાં નવા ચહેરામાં જેએમએમના ચાઈબાસાના વિધાનસભ્ય દીપક બિરુઆ અને બસંત સોરેનનો સમાવેશ થાય છે. ૨૦૧૯ની
વિધાનસભાની ચૂંટણીમાં બિરુઆએ ભાજપના જે. બી. તુબિડને ૨૬,૦૦૦થી વધારે મતોથી હરાવીને ચાઈબાસા બેઠક જીતી હતી. કૉંગ્રેસના રામેશ્ર્વર ઓરેઓન, બના ગુપ્તા અને બાદલ પત્રાલેખે તથા જેએમએમનાં મિથિલેશ કુમાર ઠાકુર, હફીઝુલ હસન અને બેબી દેવીએ તેમના પ્રધાનપદા જાળવી રાખ્યાં હતાં. (એજન્સી)