નેશનલ

એક્ઝિટ પોલ ભાજપ-કૉંગ્રેસ ૨-૨ મિઝોરમમાં સ્થાનિક પક્ષનું શાસન આવવાની શક્યતા

નવી દિલ્હી: આગામી લોકસભા ચૂંટણીની સેમિ ફાઈનલ સમી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં મોટા ભાગના એક્ઝિટ પોલમાં છતીસગઢ અને તેલંગણામાં કૉંગ્રેસનો, જ્યારે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભારતીય જનતા પાટીર્ર્નો હાથ ઉપર હોવાનું અનુમાન કર્યું હતું. પોલસ્ટરના જણાવ્યા પ્રમાણે પાંચમા રાજ્ય મિઝોરમમાં બે સ્થાનિક પક્ષો મિઝો નેશનલ ફ્રન્ટ અને ઝોરમ પીપલ્સ મુવમેન્ટ વચ્ચે રસાકસી હશે. ૨૩૦ સભ્યની મધ્ય પ્રદેશ વિધાનસભામાં ભાજપનું તથા ૨૦૦ બેઠકવાળી રાજસ્થાન અને ૯૦ સભ્યવાળી છત્તીસગઢ વિધાનસભામાં કૉંગ્રેસનું શાસન છે. તેલંગણામાં કે. ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)નું દસ વર્ષથી શાસન છે. મિઝોરમમાં એમએનએફ હાલમાં સત્તામાં છે.

પાંચ રાજ્યોમાં ચૂંટણી સાતથી ૩૦ નવેમ્બર સુધી યોજાઈ હતી અને મતગણતરી ત્રીજી ડિસેમ્બરે છે.

મધ્ય પ્રદેશમાં જન કી બાતના એક્ઝિટ પોલમાં ભાજપને ૧૦૦-૧૨૩ અને કૉંગ્રેસને ૧૦૨-૧૨૫ બેઠક મળવાની આગાહી કરી છે. રિપબ્લિક ટીવી-મેટ્રીઝે આ રાજ્યમાં ભાજપને ૧૧૮-૧૩૦ અને કૉંગ્રેસને ૯૭-૧૦૭ બેઠકો મેળવવાની આગાહી કરી છે. ટીવીનાઈન ભારતવર્ષ પોલસ્ટાર્ટે ભાજપને ૧૦૬-૧૧૬ અને કૉંગ્રેસને ૧૧૧-૧૨૧ બેઠકો મેળવવાની આગાહી કરી છે. ટુડેઝ ચાણ્કયે મધ્ય પ્રદેશમાં ભાજપની મોટી જીતની આગાહી કરી છે. આ પોલસટર પ્રમાણે ભાજપને ૧૫૧ (આઠ સીટ ઓછીવત્તી) અને કૉંગ્રેસને ૭૪ (૧૨ સીટ વત્તીઓછી) બેઠકો મળશે. બીજી બાજુ જિસ્ટ-ટીઆઈએફ-એનએઆઈનું અનુમાન છે કે કૉંગ્રેસ મધ્ય પ્રદેશમાં ૨૦૧૮ની ચૂંટણી જેવી સરસાઈ મેળવશે. આ પોલસ્ટરના જણાવ્યા પ્રમાણે ભાજપને ૧૦૨-૧૧૯ અને કૉંગ્રેસને ૧૦૭-૧૨૪ બેઠક મળશે.

રાજસ્થાનમાં ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયાએ તીવ્ર રસાકસીની આગાહી કરી છે. આ પોલમાં ભાજપને ૮૦-૧૦૦ અને કૉંગ્રેસને ૮૬-૧૦૬ બેઠકો મેળવવાની આગાહી કરાઈ છે. બીજાઓને પણ ૯-૧૮ બેઠક મળવાનું અનુમાન છે.

જન કી બાતનું અનુમાન ભાજપને ૧૦૦-૧૨૨ અને કૉંગ્રેસને ૬૨-૮૫ બેઠક મળશે. ટીવી નાઈન ભારતવર્ષ ભાજપને ૧૦૦-૧૧૦ અને કૉંગ્રેસને ૯૦-૧૦૦ બેઠકો આપે છે. ટાઈમ્સ નાઉ ઈટીજી પોલ ભાજપને ૧૦૮-૧૨૮ અને કૉંગ્રેસને ૫૬-૭૨ બેઠકો આપે છે. જિસ્ટ-ટીઆઈએફ-એનએઆઈનું અનુમાન છે કે રાજસ્થાનમાં સત્તા બદલવાનો રિવાજ જળવાઈ જશે. એના પ્રમાણે ભાજપને ૧૧૦ અને કૉંગ્રેસને ૭૦ બેઠક મળશે.

છત્તીસગઢમાં એબીપી-સી વોટરે આગાહી કરી છે કે ભાજપને ૩૬-૪૮ અને કૉંગ્રેસને ૪૧-૫૩ બેઠક મળશે. ઈન્ડિયા ટુડે-એક્સિસ-માય ઈન્ડિયાનું અનુમાન છે કે ભાજપને ૩૬-૪૬ અને કૉંગ્રેસને ૪૦-૫૦ બેઠક મળશે. ઇન્ડિયા ટીવી-સીએનએક્સ કહે છે કે ભાજપને ૩૦-૪૦ અને કૉંગ્રેસને ૪૬-૫૬ બેઠક મળશે. જન કી બાત ભાજપને ૩૪-૪૫ અને કૉંગ્રેસને ૪૨-૫૩ બેઠકો આપે છે. ટુડેઝ ચાણ્કયની આગાહી છે કે ભાજપને ૩૩ બેઠક (આઠ બેઠક વત્તીઓછી) અને કૉંગ્રેસને ૫૭ બેઠક (આઠ બેઠક વત્તીઓછી) મળશે.

તેલંગણામાં ઇન્ડિયા ટીવી-સીએનએક્સ કહે છે કે બીઆરએસને ૩૧-૪૭, કૉંગ્રેસને ૬૩-૭૯, એમઆઈએમઆઈએમને ૫-૭ અને ભાજપને ૨-૪બેઠક મળશે. જન કી બાતની આગાહી છે કે બીઆરએસને ૪૦-૫૫, કૉંગ્રેસને ૪૮-૬૪, એમઆઈએમઆઈએમને ૪-૭ બેઠક અને ભાજપને ૭-૧૩ બેઠક મળશે. રીપબ્લીકટીવી-મેટ્રીઝ ભાજપને ૪-૯, કૉંગ્રેસને ૫૮-૬૮, બીઆરએસને ૪૬-૫૬ અને એમઆઈએમઆઈએમને ૫-૯ બેઠકો આપે છે. ભારતવર્ષ પોલસ્ટાર્ટની આગાહી છે કે બીઆરએસને ૪૮-૫૮ અને કૉંગ્રેસને ૪૯-૫૯ બેઠક મળશે.

મિઝોરમમાં ઇન્ડિયા ટીવી-સીએનએક્સ કહે છે કે એમએનએફને ૧૪-૧૮, ઝેડપીએમને ૧૨-૧૬, કૉંગ્રેસને ૮-૧૦ અને ભાજપને ૦-૨ બેઠક મળશે. એબીપી ન્યુસ ૃસી વોટર પ્રમાણે એમએનએફને ૧૫-૨૧, ઝેડપીએમને ૧૨-૧૮ અને કૉંગ્રેસને ૨-૮ બેઠક મળશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button