નવી દિલ્હી : આજે દેશમાં 18મી લોકસભાની રચના માટેની ચૂંટણીના સાતમાં તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. આજે અંતિમ તબક્કાના મતદાનમાં 8 રાજ્યોની 57 લોકસભા બેઠકો માટે આજે 6 વાગે મતદાન પૂર્ણ થયું હતું. સાતમા તબક્કાના મતદાન બાદ વિવિધ એક્ઝિટ પોલ (exit poll)ના આંકડા જાહેર થયા છે.
exit pollના આંકડા જાહેર થયાઆ બાદ સૌપ્રથમ આંકડો દક્ષિણ ભારતથી આવ્યો હતો. દક્ષિણ ભારતમાં હાલ પણ ભાજપની પકડ નબળી છે. ત્યારે આ એક્ઝિટ પોલના આંકડા જોતાં ભાજપને ઝટકો લાગી શકે છે કારણ કે તમિલનાડુની 39 લોકસભા બેઠકોમાંથી INDI ગઠબંધનને 35 બેઠકો જ્યારે NDAને 4 બેઠકો મળે તેવી સંભાવના છે.
આજતકના એક્ઝિટ પોલ અનુસાર કર્ણાટકમાં ભાજપને ફાયદો થઈ શકે છે. જો કે અહી ફાયદો કોંગ્રેસને પણ થઈ શકે છે. અહી NDAને 22 અને કોંગ્રેસને 5 બેઠકો મળી શકે છે.
આ વર્ષે કેરળમાં ભાજપ પોતાનું ખાતું ખોલાવી શકે છે. તેમ છતાં અહી ડાબેરીઓનો દબદબો યથાવત રહેનાર છે. અહી ઇન્ડી ગઠબંધનને 18 બેઠકો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
રિપબ્લિક ભારત ચેનલના એક્ઝિટ પોલમાં NDAને પૂર્ણ બહુમતી મળી છે. આ એક્ઝિટ પોલમાં એનડીએને 359 બેઠકો મળવાની ધારણા કરવામાં આવી છે. તો ઇન્ડી ગઠબંધનને 154 અને અન્યને 30 બેઠકો મળી શકે છે.
બિહારમાં ઇન્ડી ગઠબંધનને પાછલી ચૂંટણીની સરખામણીમાં વધુ સીટો મળી શકે છે. આજતકના એક્ઝિટ પોલમાં ઇન્ડી ગઠબંધનને 7 થી 10 બેઠકો જ્યારે એનડીએને 27 થી 30 બેઠકો મળી રહી છે. જો કે ભાજપને 13-15 જેટલી બેઠકો મળે તેવું અનુમાન છે, તો બીજી તરફ જેડીયુંને 9-11, રાજદને 6-7 સીટો, કોંગ્રેસને 1-2 સીટ તથા અન્યને 0-2 બેઠકો મળી શકે છે.
મહારાષ્ટ્રમાં ચૂંટણીને લઈને આકરી ટક્કર જોવા મળે તેમ છે. એબીપીના એક્ઝિટ પોલમાં એનડીએને 22 થી 26 બેઠકો તથા ઇન્ડી ગઠબંધનને 23 થી 25 બેઠકો મળી શકે છે. આજતકના એક્ઝિટ પોલ અનુસાર મધ્યપ્રદેશમાં ભાજપ ફરી એકવાર તેના આગળના પરિણામોનું પુનરાવર્તન કરી શકે છે. અહી ભાજપને 28 થી 29 બેઠકો જ્યારે ઇન્ડી ગઠબંધનને 0 થી 1 બેઠકો મળી શકે છે.
અમે આ સમાચાર સતત અપડેટ કરી રહ્યા છીએ. નવી અપડેટ જાણવા પેજને રિફ્રેશ કરતાં રહો.
તેલંગાણામાં પણ ખરાખરીનો જંગ છે. એબીપીના એક્ઝિટ પોલમાં એનડીએ અને ઈન્ડિ ગઠબંધન બંનેને 7 થી 9 બેઠકો મળતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
રાજસ્થાનમાં એનડીએને પાછલી ચૂંટણી પરિણામોની સરખામણીમાં થોડું નુકસાન થતું હોવાનો દાવો આજતકના એક્ઝિટ પોળમાં કરવામાં આવ્યો છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપને 16 થી 19 બેઠકો જ્યારે ઇન્ડી ગઠબંધનને 5 થી 7 બેઠકો મળી શકે છે. જ્યારે અન્યને 1 થી 2 બેઠકો મળતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તો આજતકના એક્ઝિટ પોલના આંકડા અનુસાર ગુજરાતમાં ભાજપને 25 થી 26 બેઠકો મળી રહી છે. તેમ એક બેઠક કોંગ્રેસના ફાળે જઈ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ચાર એકઝિટ પોલમાં NDAને બહુમતી
ચાર એક્ઝિટ પોલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે NDAને બહુમતી મળી રહી છે. રિપબ્લિક ભારતમાં એક્ઝિટ પોલમાં NDAને 353થી 368 બેઠકો મળી રહી છે. ન્યૂઝ નેશનને 342થી 378 બેઠકો મળી શકે છે. જન કી બાતમાં 362થી લઈને 392 બેઠકો અને ઈન્ડિયા ન્યૂઝમાં 371 બેઠકો ભાજપને મળી રહી છે.