નેશનલ

Ratan Tata Special-1: હવે, ‘હાઈ કેપ્ટન’ સાંભળવા નહીં મળે

મુંબઈ: વાત 1992ની છે. રતન ટાટા મુંબઈના કોલાબા વિસ્તારમાં આવેલી યુનાઈટેડ સર્વિસીસ ક્લબમાં વોક કરવા જતા ત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત એરિયાના હેડ ક્વાર્ટર્સમાં ફરજ બજાવતા એક યુવાન લશ્કરી અધિકારી કર્નલ વિનાયક સુપેકરને અવારનવાર રતન ટાટાને મળવાનું થતું હતું. આજે સુપેકર નિવૃત્ત છે અને ‘હાઈ કેપ્ટન’ – પરિચિત અવાજના એ હૂંફાળા બે શબ્દો હવે ફરી સાંભળવા નહીં મળે એ વિચારથી ભૂતપૂર્વ લશ્કરી અધિકારી ભાંગી પડ્યા છે.


| Read More: કરોડોના ટર્નઓવરની કંપનીના માલિક Ratan Tataની નેટવર્થ કેટલી છે? આંકડો જાણીને ચોંકી ઉઠશો


1992માં સુપેકર કેપ્ટન હતા અને એ સમયે તેમની નિમણૂક એમએન્ડજી એરિયાના તત્કાલીન જનરલ ઓફિસર કમાન્ડિંગ ઓફિસર મેજર જનરલ બી. જી. શિવલેના એડીસી (એઇડ – ડી – કેમ્પ) તરીકે કરવામાં આવી હતી. એક પ્રસંગ યાદ કરી સુપેકરે જણાવ્યું હતું કે ‘એમએન્ડજી એરિયાના હેડ ક્વાર્ટરના મારા તત્કાલીન સાથીદાર લેફ્ટનન્ટ કર્નલ બી એસ બિષ્ટના પુત્ર વિજય બિષ્ટને ઘોડા પરથી પડી જવાથી પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને એ નોકરીની શોધમાં હોવાની મને જાણ થઈ હતી.’

હવે પુણેમાં સ્થાયી થયેલા કર્નલ સુપેકરે જણાવ્યું હતું કે ‘ચોમાસુ હજી બેઠું હતું ત્યારે તેમની સાથે વોક લઈ રહ્યો હતો ત્યારે મેં સર (રતન ટાટા)ને કહ્યું હતું કે મારા સાથી લશ્કરી અધિકારીનો દીકરો કમરથી નીચે અપંગ છે અને તેને નોકરીની જરૂર છે.’ ઘટતું કરવામાં આવશે એવો જવાબ ટાટાએ મને આપ્યો હતો. બીજે દિવસે સવારે વિજયને (મારા સહયોગીના પુત્રને) દક્ષિણ મુંબઈ સ્થિત ટાટા ગ્રુપના હેડક્વાર્ટર બોમ્બે હાઉસથી ફોન આવ્યો અને એડમિનિસ્ટ્રેશન સેક્શનમાં ફરજ પર હાજર થવા જણાવવામાં આવ્યું હતું.’

ભૂતપૂર્વ લશ્કરી અધિકારીએ રતન ટાટાની નમ્રતાની અન્ય એક ઘટના પણ યાદ કરી જે તેમને આર્મીના પશુચિકિત્સક પાસેથી જાણવા મળી હતી. કર્નલ સુપેકરે જણાવ્યું કે ‘કોલાબામાં લશ્કરનું એક પશુચિકિત્સા ક્લિનિક હતું અને રતન ટાટા પોતાના શ્વાનને ત્યાં નિયમિત ચેકઅપ માટે લઈ જતા હતા. એક દિવસ એક સાથી લશ્કરી અમલદારે જોયું કે રતન ટાટા લાઈનમાં ઊભા રહી પોતાના વારાની રાહ જોઈ રહ્યા હતા.


| Read More: ‘Ratan Tataને ‘ભારત રત્ન’ આપવો જોઈએ; મહારાષ્ટ્રની શિંદે સરકારે પ્રસ્તાવ પસાર કર્યો


મારા અધિકારી મિત્રએ તેમને આગળ જવા કહ્યું પણ લાઈન તોડી જવાની તેમણે નમ્રતાપૂર્વક ના પાડી દીધી. હજી એક વર્ષ પહેલા જ કાકા જે. આર. ડી. ટાટાના વારસદાર તરીકે ટાટા ગ્રુપનો મોભાદાર અખત્યાર સંભાળનારી વ્યક્તિનો આવો નમ્રતાભર્યો સ્વભાવ પશુચિકિત્સક ક્યારેય નહીં ભૂલ્યા હોય.’ (PTI)

Back to top button
અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો… નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker