EVM Verification માટે નીતિ બનાવવાની માંગણીઃ 25મી જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટ સુનાવણી હાથ ધરશે…
નવી દિલ્હીઃ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (ઇવીએમ)ના વેરિફિકેશન માટે નીતિ બનાવવાની માંગ કરતી અરજી પર આગામી વર્ષે જાન્યુઆરીમાં જસ્ટિસ દીપાંકર દત્તાના નેતૃત્વ હેઠળની ખંડપીઠ સુનાવણી કરશે, એમ સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું.
આ પણ વાંચો : Petrol Pump પર ભૂલથી પણ ના કરતાં આ છ ભૂલો નહીંતર…
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઇ) સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની ખંડપીઠે કહ્યું હતું કે આ મુદ્દા પર હરિયાણાના પૂર્વ મંત્રી અને પાંચ વખતના ધારાસભ્ય કરણસિંહ દલાલ અને લખન કુમાર સિંગલાની નવી અરજી પર જસ્ટિસ દત્તાના નેતૃત્વ હેઠળની બેન્ચ 20 જાન્યુઆરી, 2025થી સુનાવણી કરશે.
ચૂંટણી પંચ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહે અરજીને ફગાવી દેવાની માંગ કરતા કહ્યું હતું કે અગાઉ પણ આ પ્રકારની અરજીઓ ફગાવી દેવામાં આવી છે. અગાઉ 13 ડિસેમ્બરે જસ્ટિસ વિક્રમ નાથ અને પીબી વરાલેની બેન્ચે અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કહ્યું હતું કે આ અરજી પર એ બેન્ચ સુનાવણી કરશે જેણે આ પ્રકારની અરજીઓ પર સુનાવણી કરી છે. હવે તેને સીજેઆઇના નેતૃત્વ હેઠળની બેન્ચ સમક્ષ લિસ્ટ કરવામાં આવી છે. 26 એપ્રિલના રોજ આપેલા ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ઇવીએમ સાથે ચેડાંની શંકાને ‘પાયાવિહોણી’ ગણાવી હતી.
જો કે, સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પરિણામોમાં બીજા અને ત્રીજા સ્થાને રહેલા અસફળ ઉમેદવારો માટે એક રસ્તો ખોલ્યો હતો અને તેમને ચૂંટણી પંચને ફી ચૂકવીને લેખિત વિનંતી પર વિધાનસભા ક્ષેત્રમાં પાંચ ટકા ઇવીએમમાં લાગેલા માઇક્રોકન્ટ્રોલર ચિપ્સની વેરિફિકેશનની માંગ કરવાની મંજૂરી આપી હતી. દલાલ અને સિંગલાની નવી અરજીમાં ‘એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા’ના કેસમાં સુપ્રીમ કોર્ટના 26 એપ્રિલના ચુકાદાનું પાલન કરવાની માંગ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : દેશની પહેલી Vande Bharat Sleeper Train ક્યારે દોડશે, રેલવેએ શું આપ્યો જવાબ?
દલાલ અને સિંગલાએ પોતપોતાના મતવિસ્તારોમાં બીજા નંબરે સૌથી વધુ મત મેળવ્યા હતા અને ચૂંટણી પંચને ઇવીએમના ચાર ઘટકો કંટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ, વીવીપીએટી અને સિમ્બોલ લોડિંગ યુનિટની મૂળ “બર્ન મેમરી” અથવા માઇક્રોકન્ટ્રોલરની તપાસ કરવા એક પ્રોટોકોલ લાગુ કરવાના નિર્દેશ આપવાની માંગ કરી હતી.