નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ઓડિશામાં ઇવીએમમાં તોડફોડ: ભાજપના ઉમેદવારની ધરપકડ

ભુવનેશ્વરઃ ઓડિશાના ખુર્દા જિલ્લામાં એક ભાજપ ઉમેદવારની ઇવીએમમાં તોડફોડ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. મશીનમાં ખરાબીને કારણે તેમને પોતાનો મત આપવા માટે લાંબા સમય સુધી લાઇનમાં રાહ જોવી પડી હતી. ચિલિકાથી ભાજપના ધારાસભ્ય પ્રશાંત જગદેવ આ વખતે ખુર્દાથી ચૂંટણી લડી રહ્યા છે. આ ઘટના શનિવારે છઠ્ઠા તબક્કાના મતદાન દરમિયાન બની હતી.

આ પણ વાંચો: બંગાળમાં EVM પર BJPનો ટેગ જોવા મળ્યો! TMCના આરોપ પર ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી

ભાજપના નેતા પ્રશાંત જગદેવ તેમની પત્ની સાથે મતદાન કરવા ગયા હતા. મતદાન મથક પર ઇવીએમમાં ખરાબીના કારણે તેમને લાંબો સમય રાહ જોવી પડી હતી. આ દરમિયાન તેમની અને ત્યાં હાજર અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઇ અને ગુસ્સામાં તેણે ટેબલ પર રાખેલા ઇવીએમને ધક્કો માર્યો, જેથી તે પડી ગયું અને તૂટી ગયું. પોલીસ અધિક્ષક(એસપી) અવિનાશ કુમારે કહ્યું કે પ્રિસાઇડિંગ ઓફિસરે નોંધાવેલી ફરિયાદના આધારે ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી હતી.
ધરપકડ બાદ બીજેપી નેતાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાંથી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. હાલ તે ખુર્દા જેલમાં બંધ છે. જગદેવ વિરુદ્ધ આઇપીસીની વિવિધ કલમો ઉપરાંત રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમની ફરિયાદમાં અધિકારીઓએ ભાજપના નેતા પર મતદાન કેન્દ્ર પર હંગામો મચાવવા, પ્રક્રિયામાં અવરોધ અને અધિકારીઓ સાથે ગેરવર્તન કરવાનો આરોપ મૂક્યો છે.

આ પણ વાંચો: ‘પહેલા તમારા દેશને સંભાળો…’ કેજરીવાલે પાકિસ્તાનના નેતાને આવો જવાબ કેમ આપ્યો

એસપીએ કહ્યું કે અમે જિલ્લા ચૂંટણી અધિકારી(ડીઇઓ)ને ઘટનાના સીસીટીવી ફૂટેજ તપાસવા વિનંતી કરી છે. ભાજપના અન્ય એક નેતાએ દાવો કર્યો હતો કે તેમની સામેના આરોપો રાજકીય રીતે પ્રેરિત છે.

તેમણે કહ્યું કે મતદાન કેન્દ્ર પર હાજર અધિકારી તમામ મતદારો સાથે ગેરવર્તન કરી રહ્યા હતા, તેણે પ્રશાંત જગદેવ સાથે પણ આવું જ કર્યું. રાજ્યના શાસક પક્ષ બીજેડીએ પણ મુખ્ય ચૂંટણી અધિકારી(સીઇઓ)ને ફરિયાદ દાખલ કરીને જગદેવ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker