loksabha સંગ્રામ 2024નેશનલ

‘જે મશીનમાં ચિપ હોય તેને હેક કરી શકાય’, ચૂંટણી હાર્યા બાદ દિગ્વિજય સિંહે EVM પર સવાલ ઉઠાવ્યા

ભોપાલ: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ કુલ 230 વિધાનસભા બેઠકોમાંથી 163 સીટો બેઠકો પર જીત મેળવી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર 66 બેઠકો જ મળી હતી. ભારતીય જનતા પાર્ટીની આ જંગી જીત બાદ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંહે EVM એટલે કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન પર સવાલ ઉઠાવ્યા છે.

ચૂંટણી પરિણામો જાહેર થયાના બે દિવસ પછી આજે 5 ડિસેમ્બરની વહેલી સવારે દિગ્વિજય સિંહે ટ્વીટ કરીને ફરી એક વાર EVM પર સવાલો ઉઠાવ્યા હતા, તેમણે લખ્યું કે “ચિપવાળા કોઈપણ મશીનને હેક કરી શકાય છે. હું 2003 થી મતદાન માટે EVM નો ઉપયોગના વિરોધમાં છું. શું આપણે ભારતીય લોકશાહીને પ્રોફેશનલ હેકર્સ દ્વારા નિયંત્રિત કરવા દઈ શકીએ?”


દિગ્વિજય સિંહે આ પ્રશ્નને એક મૂળભૂત પ્રશ્ન ગણાવ્યો છે તેમણે કહ્યું કે આના પર તમામ રાજકીય પક્ષોએ વિચાર કરવો જોઈએ. આ સાથે પૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંહે ભારતના ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટને પણ પૂછ્યું કે શું તેઓ ભારતની લોકશાહી બચાવી શકશે?


અગાઉ, દિગ્જીવજય સિંહે સોમવારે શ્રેણીબદ્ધ ટ્વીટમાં પોસ્ટલ બેલેટ દ્વારા મળેલા મતોની માહિતી શેર કરી હતી. પોસ્ટલ બેલેટ દ્વારા પડેલા વોટમાં કોંગ્રેસ પાર્ટીને મોટાભાગની સીટો પર ભાજપ કરતા વધુ વોટ મળ્યા છે. દિગ્વિજય સિંહે આ અંગે સવાલ ઉઠાવતા કહ્યું કે જો જનતા એક જ છે તો પછી ઈવીએમ અને પોસ્ટલ બેલેટની વોટિંગ પેટર્નમાં આટલો તફાવત કેવી રીતે આવ્યો?


પોસ્ટલ બેલેટના પરિણામો વિશે માહિતી આપતા દિગ્વિજય સિંહે લખ્યું કે, પોસ્ટલ બેલેટ દ્વારા કોંગ્રેસ 199 સીટો પર લીડ ધરાવે છે, જ્યારે આમાંથી મોટાભાગની સીટો પર અમે EVM કાઉન્ટિંગમાં મત મેળવી શક્યા નથી. તેમણે એમ પણ લખ્યું કે, “એવું પણ કહી શકાય કે જ્યારે સિસ્ટમ જીતે છે, ત્યારે જનતા હારે છે.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button