નેશનલ

શિકારી ખુદ યહા શિકાર હો ગયાઃ ગોગામેડીના હત્યારાને લાવનારાની પણ હત્યા થઈ ગઈ

જયપુરઃ રાજસ્થાનના જયપુરમાં રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની જે રીતે ગોળી મારીને હત્યા કરવામાં આવી તે તો આઘાતજનક છે જ, પરંતુ તેમની હત્યા બાદ બહાર આવતા અહેવાલો પણ આઘાત આપે એવા કે માન્યામાં ન આવે તેવા છે. હત્યા બાદના પોલીસના નિવેદનો વધારે નવાઈ પમાડે તેવા છે, કારણ કે આ મામલે પોલીસે અત્યાર સુધી જે પણ ખુલાસો કર્યો છે તે કોઈને સ્વીકારવામાં આવી રહ્યો નથી. તેનું કારણ એ છે કે પોલીસે જેની પર હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે તે વ્યક્તિએ પોતે જ હત્યા કરી હતી. અને હત્યાને અંજામ આપનાર ફરાર છે, તો પોલીસને સાચું સત્ય કોણે જણાવ્યું તેવા સવાલો થઈ રહ્યા છે.

કરણી સેનાના નેતા સુખદેવ સિંહ ગોગામેડી તેમજ ત્યાં હાજર નવીન શેખાવતને જે રીતે ગોળી મારવામાં આવી તે સવાલો ઊભા કરી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં સુખદેવસિંહ ગોગામેડીની હત્યાનું પ્લાનિંગ ફૂલપ્રુફ હોવાનું સ્પષ્ટ થયું હતું. આ માટે પહેલા વાહન લેવામાં આવ્યું, પછી હુમલાખોરો સ્થળ પર પહોંચ્યા અને આ પછી હત્યાનું કામ પૂરું કરવામાં આવ્યું. હજુ પણ આ હત્યાની કહાનીમાં અનેક ગૂંચવણો છે.

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી તેમની ઓફિસમાં કેટલાક લોકો સાથે બેઠા હતા. સીસીટીવીની તસવીરો જોતા સ્પષ્ટ જણાય છે કે, કોઈ ઉગ્ર કે ગુસ્સાની ઘટના બની નથી. સુખદેવ ગોગામેડી સામે બેઠેલો દેખાય છે અને પોતાનો મોબાઈલ જોઈ રહ્યો છે ને વાત પણ કરી રહ્યો છે. તેની જમણી બાજુએ એક વ્યક્તિ ઉભો છે. ગોગામેડીની સામેની બાજુએ એક વ્યક્તિ બેઠી છે, જે નવીન શેખાવત હોવાનું કહેવાય છે. નવીન અને સુખદેવ વચ્ચે વાતચીત ચાલી રહી છે. આ દરમિયાન નવીન તેનો ફોન સુખદેવને બતાવે છે. ગોગામેડી સામે બે જણ બેઠા છે.

પરંતુ પછી અચાનક ગોગામેડીની બરાબર સામેના સોફા પર બેઠેલા બે છોકરાઓ ઉભા થાય છે અને તેમની પાસે રહેલા હથિયારોથી ફાયરિંગ શરૂ કરે છે. પ્રથમ હુમલાખોર સામે બેઠેલા ગોગામેડીને નિશાન બનાવીને પ્રથમ ગોળી ચલાવે છે અને આ ગોળી સીધી તેની છાતીમાં વાગે છે. તે બાદ તેઓ અંધાધૂંધ ગોળીઓ ચલાવે છે અને ત્યાં ભાગદોડ મચી જાય છે.


ગોગામેડી સિવાય હુમલાખોરો ત્યાં હાજર અન્ય લોકો પર પણ ગોળીબાર શરૂ કરે છે. અને ત્યાં હાજર લોકો ગોળીઓના હુમલાથી બચવા માટે અહીં-ત્યાં ભાગવાનો પ્રયાસ કરે છે, પરંતુ ગોગામેડી ભાગી શકતો નથી અને તે બે સોફાની વચ્ચે નીચે પડી જાય છે, પરંતુ જતી વખતે, હુમલાખોરોએ ખૂબ નજીકથી તેના માથા પર ફરી ગોળી મારે છે અને પછી ભાગી જાય છે.


આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં ડબલ ક્રોસ ફાયરિંગની ઘટના પણ છુપાયેલી છે. ખરેખર, ગોગામેડી પાસે સોફા પર બેસીને તેની સાથે વાત કરનાર વ્યક્તિનું નામ નવીન શેખાવત છે, જે હત્યારાને ગોગામેડીના ઘરે લાવ્યો હતો, પરંતુ ગોગામેડીને ગોળીઓનું નિશાન બનાવવાની સાથે હત્યારાએ નવીન શેખાવતને પણ નિશાન બનાવ્યો હતો. હવે હત્યારો જ હત્યાનો શિકાર કઈ રીતે બની ગયો, હત્યા પાછળનો ચહેરો કોણ, કારણ શું વગેરેના જવાબ મળતા નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…