નેશનલ

હત્યા કે આત્મહત્યા ? Etawahમાં સોના-ચાંદીના વેપારીની પત્ની અને ત્રણ બાળકોની લાશ મળી

ઇટાવા : ઉત્તરપ્રદેશના ઇટાવાના(Etawah) હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક સોના-ચાંદીનો વેપારીએ પોતાની પત્ની, બે પુત્રીઓ અને એક પુત્રને ઝેરી પદાર્થ ખવડાવીને કથિત રીતે હત્યા કરી હોવાની બાબત પ્રકાશમાં આવી છે.ત્યાર બાદ પોતે પણ ટ્રેન નીચે કૂદીને આત્મ હત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે રેલવે પોલીસે તેને બચાવી લીધો હતો. આ
ઘટનાની વિગત મુજબ સોમવારે સાંજે સોના-ચાંદીના વેપારી મુકેશ વર્માએ પોતાના વોટ્સએપ સ્ટેટસ પર પત્ની અને બાળકોના મૃતદેહના ફોટા અપલોડ કર્યા હતા. જેને જોયા બાદ સબંધીઓ રુમની તપાસ કરી ત્યારે મૃતદેહો મળી આવ્યા હતા.

મુકેશ વર્માએ જ નંબર 112 પર માહિતી આપી

જોકે, મુકેશ વર્માએ જ પોલીસને 112 નંબર પર માહિતી આપી હતી અને કહ્યું હતું કે, મારા ત્રણ બાળકો અને પત્ની મૃત્યુ પામ્યા છે. તેમણે ઝેર પી લીધું છે. હવે મારા જીવવાનો કોઈ અર્થ નથી. હું પણ મરવા જાઉ છું. આટલું કહ્યા બાદ મુકેશ વર્માએ પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો.

મૃતદેહ અલગ-અલગ રૂમમાં પડેલા મળી આવ્યા

આ અંગે ઇટાવાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક સંજય કુમારે જણાવ્યું હતું કે મુકેશ વર્મા પત્ની રેખા, પુત્રી ભવ્ય (22), કાવ્યા (17) અને પુત્ર અભિષત (12)ના મૃતદેહ ચાર માળની ઇમારતના અલગ-અલગ રૂમમાં પડેલા મળી આવ્યા હતા. જેમાં આ આરોપી તેના ભાઈ સાથે રહેતો હતો.

મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા

તેમણે વધુમાં જણાવ્યું કે મુકેશ વર્માએ પારિવારિક વિવાદને કારણે તેના પરિવારના સભ્યોની હત્યા કરી અને પછી અહીં રેલવે સ્ટેશન પર મરુધર એક્સપ્રેસની સામે કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. એસએસપીએ કહ્યું કે તેને કૂદતો જોઈને લોકોએ એલાર્મ વગાડ્યું જે પછી પ્લેટફોર્મ પર હાજર આરપીએફના જવાનોએ તેને બચાવ્યો. મુકેશ વર્માને સામાન્ય ઈજા થઈ છે. એસએસપીએ જણાવ્યું કે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button