નેશનલ

સુરત શહેરમાં રોગચાળો વકર્યો: બે દિવસમાં બેના મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરતમાં રોગચાળાએ ફરી માથું ઊંચક્યું છે. શરદી-ખાંસી અને તાવના કેસ વધી રહ્યા છે. રવિવરે પાંચ વર્ષની બાળકી બાદ સોમવારે દોઢ મહિનાના બાળકનું મોત થયુ હતુ. બાળકને શરદી, ઉધરસ અને તાવની તકલીફ દરમિયાન નાકમાંથી લોહી નીકળતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જયાં સારવાર મળે એ પહેલા તેનું મોત નીપજ્યું હતું. ત્યારે છેલ્લા બે દિવસમાં બે બાળકના મોત થતા તંત્ર દોડતું થઈ ગયું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ કટાર વિસ્તારમાં પરિવાર સાથે રહેતો દોઢ મહિનાનો ગણેશને બે દિવસ પહેલા શરદી અને ઉધરસ થઈ ગયા હતા. જેથી તેની દવા ચાલી રહી હતી. દરમિયાન સોમવારે નાકમાંથી લોહી નીકળ્યા બાદ સિવિલ હોસ્પિટલ સારવાર માટે લાવ્યા હતા. ફરજ પરના ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યું હતું. આ પહેલા સુરતના લિંબાયત સંતોષ નગરમાં રહેતી તાન્યા (ઉ.વ.૫)ને ગત ૧૫મીએ તાવ આવતા ઘર નજીકમાં સારવાર ચાલી રહી હતી. દરમિયાન રવિવારે તાન્યાની તબિયત વધુ લથડતા પરિવારજનો તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. પુત્રીનું મોત થતા પરિવારમાં શોકનું વાતાવરણ છવાયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button