Good News : પ્રોવિડન્ટ ફંડ ધારકોને મળશે ATM કાર્ડ, આવી રીતે થશે ઓપરેટ

નવી દિલ્હી : દેશના પ્રોવિડન્ટ ફંડ ધારકો માટે સારા સમાચાર છે. જેમાં હવે ટૂંક જ સમયમાં પીએફ ધારકો એટીએમની મદદથી જમા નાણાં ઉપાડી શકશે. આ અંગે કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવીયાએ હાલમાં જણાવ્યું છે કે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન આ વર્ષે જૂન સુધીમાં તેની નવી સોફ્ટવેર સિસ્ટમ EPFO 3.O લોન્ચ કરશે. તેમણે વધુમાં કહ્યું કે EPFO 3.O લોન્ચ થયા પછી જે લોકોનો પીએફ કપાયો છે તેમને એક નવું એટીએમ કાર્ડ આપવામાં આવશે. આ એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને લોકો કોઈપણ એટીએમમાંથી સરળતાથી પીએફ ઉપાડી શકશે. જો કે, હજુ સુધી એ જણાવવામાં આવ્યું નથી કે આ એટીએમ કાર્ડ માટે અરજી કરવી પડશે કે પછી સરકાર પોતે પીએફ એકાઉન્ટ ધરાવતા લોકોના સરનામે એટીએમ કાર્ડ મોકલશે. પરંતુ એ સ્પષ્ટ છે કે ફક્ત વર્ષ 2025 માં પીએફ ખાતામાંથી ચોક્કસ પીએફ એટીએમ માંથી પૈસા ઉપાડી શકાશે
ખાતામાંથી 50 ટકા સુધીની રકમ ઉપાડી શકશે ઉલ્લેખનીય છે કે, ગયા મહિને જ શ્રમ સચિવ સુમિત દાવરાએ કહ્યું હતું કે વર્ષ 2025માં પ્રોવિડન્ટ ફંડ ધારકો એટીએમ કાર્ડ દ્વારા તેમના પીએફના પૈસા ઉપાડી શકશે. આ સિવાય ડાવરાએ એમ પણ કહ્યું હતું કે ખાતાધારકો તેમના ખાતામાંથી 50 ટકા સુધીની રકમ ઉપાડી શકે છે. સામાન્ય બેંકોના એટીએમ કાર્ડ જેવું જ હશે ત્યારે એ સવાલ પર આવીએ છીએ કે પીએફ એકાઉન્ટ સાથે એટીએમ કાર્ડ કેવી રીતે કામ કરશે? મીડિયા રિપોર્ટ અનુસાર, આ કાર્ડ પણ સામાન્ય એટીએમ કાર્ડ જેવું હશે અને તે જ રીતે કામ કરશે. સ્વાભાવિક છે કે જો સામાન્ય એટીએમ કાર્ડમાંથી પૈસા ઉપાડવામાં આવે તો તેનું એટીએમ કાર્ડ પણ સામાન્ય બેંકોના એટીએમ કાર્ડ જેવું જ હશે. તરત જ સરળતાથી પૈસા ઉપાડી શકાશે હાલમાં, એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન ના ધારકોને તેમના ઓનલાઈન ક્લેઈમ સેટલમેન્ટ માટે 7 થી 10 દિવસ સુધી રાહ જોવી પડે છે.
Also read: જામનગરમાં EPFOઓ અધિકારી સહિત ત્રણ લાંચ લેતા ઝડપાયા
એકવાર દાવાની પતાવટ થઈ જાય પછી નાણાં સીધા ખાતાધારકોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જો કે, એટીએમ સુવિધા શરૂ થયા પછી પીએફ ખાતામાંથી તરત જ સરળતાથી પૈસા ઉપાડી શકાશે.