સંસદમાં મુલાકાતીઓનો પ્રવેશ બંધ | મુંબઈ સમાચાર
નેશનલ

સંસદમાં મુલાકાતીઓનો પ્રવેશ બંધ

નવી દિલ્હી: બે વ્યક્તિ બુધવારે બપોરે વિઝિટર્સ ગેલેરીમાંથી કુદીને લોકસભાની ચેમ્બરમાં ઘૂસી આવ્યા બાદ સંસદભવનમાં મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.

ધરપકડ કરાયેલ વ્યક્તિમાંથી એકને સાગર શર્મા અને અન્યને મનોરંજન તરીકે ઓળખી કાઢવામાં આવી હતી.

સંસદની ગેલેરીમાં પ્રવેશવા બુધવાર માટેનો યોગ્ય પાસ ધરાવતા લોકોને રિસેપ્શનમાંથી જ પાછા મોકલી દેવામાં આવ્યા હતા.

જોકે મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાવાને લગતી સત્તાવાર સૂચના મળી ન હોવાનું અધિકારીઓએ કહ્યું હતું.

સામાન્ય રીતે મુલાકાતીઓને બે કલાકનો પાસ આપવામાં આવે છે.

અગાઉ બુધવારે સવારે અનેક સાંસદોની પત્નીઓએ સંસદની નવી ઈમારતની મુલાકાત લીધી હતી.

દરમિયાન સંસદભવનની સુરક્ષામાં રહેલાં છીંડાં અંગે ચર્ચા કરવા લોકસભાના સ્પિકરે સર્વપક્ષી બેઠક બોલાવવાની જાહેરાત કરી હતી.

ઘટનાને મામલે ઉચ્ચસ્તરીય તપાસ યોજવાનો આદેશ આપવામાં આવ્યો હતો. લોકસભાના સ્પિકર ઓમ બિરલાના સૂચન મુજબ સંસદની સુરક્ષામાં વધારો કરવામાં આવશે.

દરમિયાન, દિલ્હીના પોલીસ કમિશનર સંજય અરોરાએ ઘટના બાદ પરિસ્થિતિની સમીક્ષા કરવા સંસદભવનની મુલાકાત લીધી હતી. (એજન્સી)

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button