નેશનલ
ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી: ગાંધીનગરમાં બે કેસ નોંધાતા એલર્ટ
બંને મહિલાઓ દક્ષિણ ભારતના પ્રવાસેથી પાછી ફરી: હોમ આઈસોલેટ કરાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. બન્ને વ્યક્તિઓ દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીનગરમાં કોરોના પોઝિટિવ આવેલા બન્ને મહિલાઓ સેક્ટર- ૬ના રહેવાસી છે. ઘટનાની જાણ જિલ્લા આરોગ્ય વિભાગને થતા આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી તેમના સેમ્પલ જીનોમ સિકવન્સ માટે મોકલી અપાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોંધાયા છે. દક્ષિણ ભારતમાં પ્રવાસ કરીને આવેલી ગાંધીનગરની બે મહિલાઓ કોરોના સંક્રમિત મળી આવી છે. બન્ને મહિલાઓએ વેક્સીનના બે ડોઝ પણ લીધા છે. જેમાં એક મહિલાની ઉંમર ૫૭ વર્ષ અને બીજી મહિલાની ઉંમર ૫૯ વર્ષ છે. હાલ બન્ને મહિલાઓને હોમ આઈસોલેટ કરવામાં
આવી છે.