Engineers Day Special: જાણો દેશના સૌથી ધનવાન એન્જિનિયર વિશે, નેટવર્થ છે ₹9 લાખ કરોડથી વધુ…

આજે 15મી સપ્ટેમ્બર… દેશભરમાં આજનો દિવસ એન્જિનિયર્સ ડે (Engineers Day) તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે દેશનો સૌથી ધનવાન એન્જિનિયર કોણ છે? તમને જાણીને નવાઈ લાગશે કે ભારતના ધનવાન એન્જિનિયરની નેટવર્થ 9 લાખ કરોડ રૂપિયા જેટલી છે. આપણામાંથી અનેક લોકોએ એમનું નામ તો ચોક્કસ જ સાંભળ્યું હશે, ચાલો હવે વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના જણાવીએ એમનું નામ.

દેશના સૌથી ધનવાન એન્જિનિયર છે મુકેશ અંબાણી (Mukesh Ambani). રિલાયન્સ ચેરમેન અને દુનિયાના 18મા સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી 120 બિલિયન ડોલર એટલે કે 10.58 લાખ કરોડ રૂપિયાની રેવેન્યુ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન છે.
ભારતમાં દર વર્ષે 15મી રાષ્ટ્રીય એન્જિનિયર દિવસની સેલિબ્રેટ કરવામાં આવે છે અને આ દિવસ મહાન એન્જિનિયરો અને દુરદર્શી લોકોમાંથી એક મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાની જયંતિ નિમિત્તે ઉજવવવામાં આવે છે. આજે આપણે જાણીશું ભારતના અમીર એન્જિનિયર વિશે જણાવીશું કે જેમની સંપત્તિ લાખ કરોડ રૂપિયામાં છે. એમનું નામ તો તમે સાંભળ્યું હશે પણ એક અમીર એન્જિનિયર તરીકે તો તેમનું નામ નહીં જ સાંભળ્યું હશે.
તમારી જાણકારી માટે ભારતના સૌથી એન્જિનિયર છે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી. મુકેશ અંબાણી એક કેમિકલ એન્જિનિયર છે. મુકેશ અંબાણી એક કેમિકલ એન્જિનિયર છે અને તેમણે ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેક્નોલોજીથી કેમિકલ એન્જિનિયરિંગમાંથી ગ્રેજ્યુએશનથી ડિગ્રી હાંસિલ કરી છે.
ફોર્બ્સની યાદી અનુસાર અંબાણીની નેટવર્થ 104 અબજ ડોલર છે અને તેને ઈન્ડિયન રૂપિયામાં કન્વર્ટ કરીએ તો 9.17 લાખ કરોડ રૂપિયા થાય છે. આટલી સંપત્તિ સાથે તેઓ દુનિયાના 18મા ધનવાન વ્યક્તિ છે. મુકેશ અંબાણી 10.58 લાખ કરોડ રૂપિયાની રેવેન્યુવાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન છે, જેનો કારોબાર પેટ્રોકેમિકલ્સ, તેલ, ગેસ, ટેલિકોમ, રિટેલ, મીડિયા અને ફાઈનાન્શિયલ સર્વિસીઝમાં ફેલાયેલો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણી જેમણે ભારતના કેપિટલ માર્કેટના જનક તરીકે ઓળખવામાં આવે છે. 1966માં એક નાનકડી કપડાંની કંપની તરીકે ધીરુભાઈએ રિલાયન્સની શરૂઆત કરી હતી.
છે ને એકદમ અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ જ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…
આપણ વાંચો: ઘરમાં કે ઓફિસમાં જો RO water jug વાપરતા હોય તો આ સમાચાર વાંચી લેજો