નેશનલ

વીર દાસને શ્રેષ્ઠ કૉમેડી સિરીઝ માટે એમી અવૉર્ડ

શેફાલી શાહ, જીમ સરભ પુરસ્કાર ચૂક્યા

નવી દિલ્હી: અભિનેતા વીર દાસને શ્રેષ્ઠ કૉમેડી સિરીઝ ‘વીર દાસ: લૅન્ડિંગ’ માટે એમી અવૉર્ડ મળ્યો હતો, જ્યારે શેફાલી શાહ અને જીમ સરભ જરાક માટે આ અવૉર્ડ ચૂકી ગયા હતા.
ન્યૂ યોર્કમાં સોમવારે મોડી રાતે એમી અવૉર્ડ સમારંભ યોજાયો હતો.
વીર દાસે આ અવૉર્ડ મેળવ્યા બાદ જણાવ્યું હતું કે ‘વીર દાસ: લૅન્ડિંગ’ માટે ‘કૉમેડી કેટેગરી’નો અવૉર્ડ જીતવો એ માત્ર મારી સિદ્ધિ ગણવી ન જોઇએ. હું નેટફ્લિક્સ, આકાશ શર્મા અને રેગ ટાઇગરમેનનો ખાસ આભારી છું. ભારતની કૉમેડી સિરીઝને વૈશ્ર્વિક સન્માન મળ્યું છે.
તેણે જણાવ્યું હતું કે નોએડાથી આંતરરાષ્ટ્રીય એમી અવૉર્ડ સુધીની મારી યાત્રા ઘણી પડકારરૂપ રહી હતી અને આંતરરાષ્ટ્રીય અવૉર્ડ જીતવાનું મારું સ્વપ્ન સાકાર થયું છે.
વીર દાસનું આ બીજું નૉમિનેશન (નામાંકન) અને સૌપ્રથમ અવૉર્ડ હતો. વીર દાસ આ અવૉર્ડ મેળવનારો સૌપ્રથમ ભારતીય
કૉમેડિયન બન્યો છે.
વીર દાસે લોકપ્રિય બ્રિટિશ ટીન સિટકૉમ ‘ડેર્રી ગર્લ્સ’ સિઝન થ્રીની સાથે આ ટ્રોફી શૅર કરી હતી.
શેફાલી શાહ નેટફ્લિક્સ શૉ ‘દિલ્હી ક્રાઇમ’ની બીજી સિઝન માટે શ્રેષ્ઠ અભિનેત્રીની કેટેગરીમાં નૉમિનેટ થઇ હતી, પરંતુ આ વર્ગમાં મેક્સિકોના ‘લા કૈડા (ડાઇવ)’ની કાર્લા સૌઝાને અવૉર્ડ મળ્યો હતો.
‘રોકી બૉઇ્ઝ’ના અભિનેતા જીમ સરભનું શ્રેષ્ઠ અભિનેતાના વર્ગમાં નામાંકન થયું હતું, પરંતુ માર્ટિન ફ્રીમેનને ‘ધ રિસ્પૉન્ડર’ માટે આ પુરસ્કાર મળ્યો હતો. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button