ટોપ ન્યૂઝનેશનલ

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ‘Fali S Nariman’નું નિધન, કોર્ટની ઐતિહાસિક સુનાવણીઓના ભાગ રહ્યા

નવી દિલ્હી: ભારતીના વરિષ્ઠ વકીલ ફલી એસ નરીમનનું અવસાન થયું છે. તેમણે આજે બુધવારે 95 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધી સરકારના નિર્ણય સામે વરિષ્ઠ વકીલ નરીમને એડિશનલ સોલિસિટર જનરલના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

નરીમને 1950માં બોમ્બે હાઈકોર્ટમાંથી કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી હતી. 1961માં તેમને સીનીયર એડવોકેટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે 1972માં સુપ્રીમ કોર્ટમાં વકીલાત શરૂ કરી હતી. આ પછી તેમને ભારતના એડિશનલ સોલિસિટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. નરીમનને તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે જાન્યુઆરી 1991માં પદ્મ ભૂષણ અને 2007માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.


ફલી એસ નરીમને 70 વર્ષ સુધી વકીલાત કરી હતી. તેમની લાંબી કારકિર્દીમાં ઘણા મહત્વના અને ઐતિહાસિક કેસોનો ભાગ હતા. તેઓ 1975માં ઇન્દિરા ગાંધીના ઈમરજન્સીના નિર્ણયથી ખુશ ન હતા. નરીમને ઈન્દિરા સરકાર દ્વારા લાદવામાં આવેલી ઈમરજન્સીના વિરોધમાં ભારતના એડિશનલ સોલિસિટર જનરલના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ફલી એસ નરીમનના પુત્ર રોહિન્ટન નરીમન વરિષ્ઠ વકીલ રહી ચૂક્યા છે. તેઓ સુપ્રીમ કોર્ટમાં જજ છે.
તેમની આત્મકથા “બિફોર મેમરી ફેડ્સ” કાયદાના વિદ્યાર્થીઓ અને યુવા વકીલોમાં પ્રેરણાના સ્ત્રોત તરીકે કામ કરે છે. “ધ સ્ટેટ ઓફ નેશન”, “ગોડ સેવ ધ ઓનરેબલ સુપ્રીમ કોર્ટ” તેમના અન્ય પુસ્તકો છે.


તેમણે NJAC ચુકાદો અને SC AoR એસોસિએશન કેસ જેવા કેસોની સુનાવણીમાં ભાગ લીધો હતો. તેમણે કલમ 30 હેઠળ લઘુમતી અધિકારોની હદને લગતા TMA Pai કેસમાં પણ ભાગ લીધો હતો. તાજેતરમાં, તેમણે કલમ 370 નાબૂદ કરવાના ચુકાદાની ટીકા કરી હતી.


સુપ્રીમ કોર્ટના વકીલ અને કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ નરીમનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. નરીમનને યાદ કરતાં તેમણે લખ્યું, “નરીમાને કહ્યું હતું કે માનવીય ભૂલો માટે હોર્સ ટ્રેડિંગ શબ્દનો ઉપયોગ કરવો એ ઘોડાઓનું અપમાન છે. ઘોડાઓ વફાદાર પ્રાણીઓ છે. તે (નરીમાન) ઈતિહાસના ગહન રહસ્યો શોધી કાઢતા હતા અને દલીલ કરતી વખતે તેને પોતાની બુદ્ધિમત્તાથી કુશળતાપૂર્વક રીતે જોડતા હતા.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button