Elon Musk ની મોટી તૈયારી, X પર આવશે આ ઉપયોગી ફિચર…

નવી દિલ્હી : ઇલોન મસ્કે(Elon Musk)ફરી એક વાર ગુગલની ચિંતામાં વધારો કરી દીધો છે. જેમાં ઇલોન મસ્કે જ્યારથી માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Xનો હવાલો સંભાળ્યો છે. ત્યારથી તેમાં અનેક ફેરફારો કર્યા છે. હવે ઇલોન મસ્ક ‘X’ યુઝર્સ માટે એક નવું ફીચર લાવવા જઈ રહ્યા છે. ‘X’ યુઝર્સને નવી સુવિધા આપશે.
આ પણ વાંચો : Elon Musk ની સેટેલાઈટ બ્રોડબેન્ડ સર્વિસ સ્ટારલિંકની ટૂંક સમયમાં ભારતમાં એન્ટ્રી થવાની શક્યતા
X પર ઘણી મોટી સુવિધાઓ આવશે
ઇલોન મસ્કે હવે ‘X’ ને એક સંપૂર્ણ એપ્લિકેશન બનાવવાની તૈયારી કરી રહ્યા છે. જેથી યુઝર્સ તેમના મોટાભાગના કામ એક જ જગ્યાએ કરી શકશે. આ માટે તેઓ હવે આ પ્લેટફોર્મમાં અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યા છે. 2025 ના અંત સુધીમાં ‘X’ પર ઘણી મોટી સુવિધાઓ મળશે.
X TV અને X Money જેવી સુવિધાઓ મળશે
X યુઝર્સ વર્ષ 2025 ના અંત સુધીમાં X TV અને X Money જેવી સુવિધાઓ મેળવી શકશે. આ માહિતી કંપનીના સીઈઓ લિન્ડા યાકારિનોએ આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર X ના આગામી ફીચર્સ વિશે સંકેત આપતા પોસ્ટ પણ કરી છે.
X Money અને Grok જેવી કેટલીક નવી સેવાઓ
નવા વર્ષ નિમિત્તે, કંપનીના સીઈઓએ પોસ્ટ કરીને કહ્યું હતું કે વર્ષ 2024 માં ‘ X’ એ દુનિયા બદલવાનું કામ કર્યું હતું પરંતુ હવે અમે 2025 માં આવી ગયા છીએ અને અમે ‘ X’ યુઝર્સને કેટલીક નવી સુવિધાઓ આપવાની તૈયારી કરી રહ્યા છીએ. આ વર્ષના અંત સુધીમાં યુઝર્સ X TV, X Money અને Grok જેવી કેટલીક નવી સેવાઓ મેળવી શકશે. તેમણે કહ્યું કે હવે ‘X’ પ્લેટફોર્મ ફક્ત પોસ્ટ માટે જ નહીં પરંતુ તમે તેનો ઉપયોગ ટીવી જોવા અને પૈસા ટ્રાન્સફર કરવા માટે પણ કરી શકાશે.
આ પણ વાંચો : Elon muskએ કરી ભારતની ચૂંટણી પ્રણાલીની પ્રશંસા; અમેરિકા પર કર્યો કટાક્ષ
X દ્વારા પણ સરળતાથી પૈસા ટ્રાન્સફર કરી શકાશે
ઓનલાઈન પેમેન્ટ માટે, મોટાભાગના લોકો હાલમાં Paytm, Google Pay અને Phone-Pe જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. પરંતુ ભવિષ્યમાં યુઝર્સ X દ્વારા પણ સરળતાથી પૈસા ટ્રાન્સફર કરી શકશે. અર્થ સ્પષ્ટ છે કે ખૂબ જ ટૂંક સમયમાં X પણ એક એવું ચુકવણી પ્લેટફોર્મ બનશે. જેમાં કંપની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ કરી શકે છે જેથી યુઝર્સને વધુ સારી સેવા મળી શકે.