નેશનલ

ઈલોન મસ્કએ EVM હેકિંગ અંગે ચિંતા વ્યક્ત કરી! ભાજપ નેતાએ વળતો જવાબ આપ્યો

નવી દિલ્હી: ભારતમાં ચૂંટણીમાં મતદાન માટે વપરાતા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન(EVM)ની વિશ્વસનીયતા પર આવારનવાર સવાલો ઉઠતા રહેલ છે, એવામાં અમેરિકા અરબોપતિ ઈલોન મસ્ક(Elon Musk)એ EVMની સુરક્ષા અંગે કરેલી ટિપ્પણી બાદ ફરી ચર્ચાનો માહોલ ગરમ થયો છે, મસ્કે સૂચન કર્યું હતું કે મનુષ્યો અથવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા હેક થવાના જોખમને કારણે EVMનો ઉપયોગ ન કરવો જોઈએ. ભાજપના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખર(Rajeev Chandrasekhar)એ આ બાબતે મસ્ક પર પ્રહાર કર્યા છે.

રાજીવ ચંદ્રશેખરે રવિવારે EVMs ઈલોન મસ્કની ટીપ્પણી સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. અગાઉની સરકારમાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના રાજ્ય પ્રધાન રહેલા ચંદ્રશેખરે કહ્યું કે “ભારતના EVMને અન્ય દેશોના મશીનના હરોળમાં મુકવા જોઈએ નહીં, તેમનું નિવેદન સૂચવે છે કે કોઈ પણ ડિજિટલ હાર્ડવેર સુરક્ષિત રીતે બનાવી શકતું નથી. જે ખોટું છે.”

તેમણે કહ્યું કે મસ્કની ચિંતા એવા દેશોને લાગુ પડી શકે છે જ્યાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી સાથે કમ્પ્યુટિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને વોટિંગ મશીન બનાવવામાં આવે છે, તે ભારતમાં લાગુ પડતી નથી.

તેમણે કહ્યું કે “ભારતીય EVM કસ્ટમ ડિઝાઇનનું છે, જે કોઈપણ નેટવર્ક અથવા મીડિયાથી સુરક્ષિત અને અલગ છે, તેમાં કોઈ કનેક્ટિવિટી, કોઈ બ્લૂટૂથ, વાઇફાઇ, ઇન્ટરનેટ નથી. એટલે કે મશીનમાં છેડછાડ માટેનો કોઈ રસ્તો નથી. ફેક્ટરી પ્રોગ્રામ્ડ કંટ્રોલર્સમેં ફરીથી પ્રોગ્રામ કરી શકાતા નથી.”

આ પણ વાંચો : ‘….તો હું એપલના ડિવાઈસીસ પર પ્રતિબંધ લગાવી દઈશ’ ઈલોન મસ્કે Apple ને આપી ધમકી

ચંદ્રશેખરે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનોને કેવી રીતે યોગ્ય રીતે ડિઝાઇન અને બિલ્ડ કરવા તે અંગેનું ટ્યુટોરીયલ પ્રદાન કરવાની પણ ઓફર કરી હતી. તેમણે કહ્યું કે “ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીને ભારતની જેમ જ આર્કિટેક્ટ અને મેન્યુફેક્ચરિંગ આવી શકે છે. અમે ઈલોન મસ્ક સામે ટ્યુટોરિયલ રજુ કરવા તૈયાર છીએ.”

મસ્કે ચંદ્રશેખરને જવાબ આપતા કહ્યું કે, “કોઈપણ વસ્તુને હેક કરી શકાય છે”.

નોંધનીય છે કે આ વર્ષના અતે અમરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાવાની છે, સ્વતંત્ર ઉમેદવાર તરીકે યુએસ રાષ્ટ્રપતિપદની ચૂંટણી લડી રહેલા રોબર્ટ એફ. કેનેડી જુનિયરએ મતદાન અનિયમિતતાઓ અંગે સવાલો ઉઠાવ્યા હતા અને આવા મુદ્દાઓને ઓળખવા અને સુધારવા માટે પેપર ટ્રેલના મહત્વ પર ભાર મૂક્યો હતો.

તેમણે કહ્યું કે “યુએસ નાગરિકોને જાણવાની જરૂર છે કે તેમના દરેક મતની ગણતરી કરવામાં આવે છે, અને આ ચૂંટણીઓ હેક કરી શકાતી નથી. ચૂંટણીમાં ઈલેક્ટ્રોનિક હસ્તક્ષેપ ટાળવા માટે પેપર બેલેટ પર પાછા ફરવાની જરૂર છે. મારા વહીવટને કાગળના મતપત્રોની જરૂર પડશે અને અમે પ્રમાણિક અને નિષ્પક્ષ ચૂંટણીની ખાતરી આપીશું.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button