
બેંગલુરુ: હાલ ભારતમાં ઈલોન મસ્કની માલિકીનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X તેના ચેટબોટ ગ્રોક (GROK)ને કારણે કારણે ચર્ચામાં છે. Grokએ કેટલાક યુઝર્સને હિન્દીમાં આપેલા જવામાં અપશબ્દોનો ઉપયોગ કરતા વિવાદ સર્જાયો છે. આ મામલે IT મીનીસ્ટ્રીએ કંપનીનો સંપર્ક કર્યો હતો, સરકાર X સામે કાર્યવાહી કરે તેવી શક્યતા છે, એ પહેલા X એ કર્ણાટક હાઈકોર્ટ(Karnataka Highcourt)માં ભારત સરકાર વિરુદ્ધ દાવો દાખલ કર્યો (X sue centre government) છે, જેમાં સરકાર પર ગેરકાયદે રીતે કન્ટેન્ટ પર નિયંત્રણ રાખવા અને અને મનસ્વી રીતે સેન્સરશીપ લાગુ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો : આ કોણ અવકાશયાત્રી Sunita Williamsનું સ્વાગત કરવા પહોંચ્યું? વીડિયો થયો વાઈરલ…
કર્ણાટક હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલા દાવામાં Xએ કેન્દ્ર દ્વારા ઇન્ફર્મેશન ટેકનોલોજી (IT) એક્ટના અર્થઘટન પર ચિંતા વ્યક્ત કરી છે, ખાસ કરીને કલમ 79(3)(b) ના ઉપયોગ અંગે. Xએ દલીલ કરી છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનું ઉલ્લંઘન થયું છે અને ઓનલાઈન અભિવ્યક્તિની સ્વતંત્રતાને અસર થઇ છે.
Xએ આરોપ મુક્યો કે સરકાર કલમ 69A માં દર્શાવેલ સ્ટ્રક્ચરડ લિગલ પ્રોસેસ બાયપાસ કરીને, પેરેલલ કન્ટેન્ટ બ્લોકીંગ પ્રોસેસ માટે આ કલમનો ઉપયોગ કરી રહી છે.
X એ પણ દાવો કર્યો કે આ અભિગમ શ્રેયા સિંઘલ કેસમાં સુપ્રીમ કોર્ટના 2015 ના ચુકાદાનું ઉલંઘન કરે છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે કન્ટેન્ટને ફક્ત યોગ્ય ન્યાયિક પ્રક્રિયા દ્વારા અથવા કલમ 69A હેઠળ કાયદેસર રીતે જ બ્લોક કરી શકાય છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલય (I&B) અનુસાર, કલમ 79(3)(b) ઓનલાઈન પ્લેટફોર્મને કોર્ટના આદેશ અથવા સરકારી સૂચના આપવામાં આવે ત્યારે ગેરકાયદેસર કન્ટેન્ટ દૂર કરવા બાધ્ય કરે છે. જો કોઈ પ્લેટફોર્મ 36 કલાકની અંદર તેનું પાલન ન કરે, તો તેને ભારતીય દંડ સંહિતા (IPC) સહિત વિવિધ કાયદાઓ હેઠળ જવાબદાર ઠેરવી શકાય છે.
જોકે, X એ આ અર્થઘટનનો વિરોધ કર્યો છે, અને દલીલ કરી છે કે આ જોગવાઈ સરકારને કન્ટેન્ટને બ્લોક કરવાની સ્વતંત્ર સત્તા આપતી નથી. તેના બદલે, તેણે અધિકારીઓ પર યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વિના મનસ્વી સેન્સરશીપ લાદવા માટે કાયદાનો દુરુપયોગ કરવાનો આરોપ મૂક્યો.
આ પણ વાંચો : ટ્રમ્પે બાઈડેનને આપ્યો ઝટકો, પુત્ર અને પુત્રીની સિક્રેટ સર્વિસ હટાવી
આ ઉપરાંત Xએ ભારત સરકારના સહયોગ પોર્ટલ સામે પણ સવાલ ઉઠાવ્યા છે.