નેશનલ

અને અચાનક બે હાથી બાખડી પડયા, ઉત્સવમાં થઈ નાસભાગ

થ્રીસુર: કેરલમાં તાજેતરમાં એક ઉત્સવ દરમિયાન બે હાથી અચાનક બાખડી પડતાં લોકોમાં જોરદાર નાસભાગ થઈ હતી અને ઉત્સવમાં ભંગ પડ્યો હતો. અહીંના જાણીતા તહેવાર દરમિયાન અચાનક એક હાથી અચાનક ભડકતા બીજા હાથી પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ બંને અંકુશમાં રાખવામાં લોકોને નાકે દમ આવી ગયો હતો. બંને હાથીઓ વચ્ચે લડાઈનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો.

થ્રીશુર ખાતેના જાણીતા અરાતુપુઝા તહેવાર (Arattupuzha festival) વખતે બે હાથી વચ્ચે અચાનક લડાઈ થઈ હતી. એક હાથી હિંસક રીતે બીજા હાથી પર હુમલો કર્યો હતો. જેને અંકુશમાં રાખવાનું બધા માટે મુશ્કેલ બની ગયું હતું, જેનાથી ઉત્સવ વખતે લોકોમાં જોરદાર નાસભાગ થઈ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે પરંપરાગત રીતે હાથીને લાવ્યા ત્યારે બધું સમુસુતરું હતું પણ વિદાય વખતે એક હાથીએ બીજા પર હુમલો કર્યો હતો. આ બનાવ ગઈકાલે રાતના 10.30 વાગ્યાની આસપાસ બન્યો હતો, જ્યારે અગિયાર વાગ્યાની આસપાસ હાથીઓ પર નિયંત્રણ લાવી શક્યા હતા.


અરાતુપુઝા મંદિર 3000 વર્ષથી વધુ જૂનું છે. થ્રીસુરમાં આવેલા અરાતુપુઝા ખાતે દર વર્ષે ઉત્સવનું આયોજન કરવામાં આવે છે અને હાથીઓની પીઠ પર પુરમનું પ્રદર્શન કરવામાં આવે છે અને દરેક હાથી એક દેવતાનું પ્રતિનિધિત્વ કરે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો