Madhya Pradesh બાંધવગઢ અભયારણ્યમાં 10 હાથીના મોત, આ છે કારણ

ભોપાલ: મધ્યપ્રદેશના(Madhya Pradesh)બાંધવગઢ અભયારણ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં 10 હાથીઓના મોતના કારણે વનવિભાગ હરકતમાં આવ્યું છે. આ અંગે મહત્વની માહિતી આપતા વન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે તાજેતરમાં મૃત્યુ પામેલા 10 હાથીઓના વિસેરા રિપોર્ટમાં’ન્યુરોટોક્સિન સાયક્લોપિયાઝોનિક એસિડ’ મળી આવ્યું હતું. તેમણે કહ્યું કે જો કે આ હાથીઓને ઝેર આપવાનો મામલો નથી પરંતુ એક છોડના કારણે બન્યું હાથીઓના મૃત્યુનો આ સિલસિલો 29 ઓક્ટોબરે શરૂ થયો હતો જ્યારે બાંધવગઢ ટાઈગર રિઝર્વ એટલે કે.
છોડ હાથીઓ માટે ઝેર બની ગયો હતો
સરકાર દ્વારા રચાયેલી તપાસ ટીમનું નેતૃત્વ કરી રહેલા અધિક મુખ્ય વન સંરક્ષક (વન્યજીવન) એલ. કૃષ્ણમૂર્તિએ જણાવ્યું કે હાથીઓના વિસેરા રિપોર્ટમાં સામે આવ્યું છે કે કોડો છોડને મોટી માત્રામાં ખાવાથી હાથીઓના શરીરમાં ઝેર ફેલાય છે. ઉમરિયા જિલ્લાના બાંધવગઢ ટાઈગર રિઝર્વમાં 29 ઓક્ટોબરે ચાર હાથીઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા અને બાદમાં મૃત્યુઆંક વધીને 10 થયો હતો. આટલી મોટી સંખ્યામાં હાથીઓ મૃત હાલતમાં મળી આવ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો અને વિવિધ પ્રકારની અટકળો શરૂ થઈ હતી. કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે મંગળવારે ભારતીય પશુચિકિત્સા સંશોધન સંસ્થા (IVRI)બરેલીમાંથી હાથીઓના વિસેરા રિપોર્ટ મળ્યો હતો.
આ પણ વાંચો : Anant Ambaniને કારણે આફ્રિકન હાથીઓને મળશે જીવતદાન, જાણો કઈ રીતે…
વિસેરા રિપોર્ટમાં જંતુનાશક દવા ના મળી
કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે વિસેરા રિપોર્ટમાં નાઈટ્રેટ, ભારે ધાતુઓ તેમજ ઓર્ગેનોફોસ્ફેટ, ઓર્ગેનોક્લોરીન, પાયરેથ્રોઈડ અને કાર્બામેટ જૂથના જંતુનાશકોના કોઈ નિશાન મળ્યા નથી. કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે હાથીઓમાં
સાયક્લોપિયાઝોનિક એસિડ મળી આવ્યું હતું.
હાથીઓના મોતના સમાચાર સામે આવ્યા બાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે રવિવારે વન્યજીવ નિષ્ણાતોની મદદથી લાંબા ગાળાની યોજના બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.