નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટની કડકાઈ પછી સ્ટેટ ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)એ ચૂંટણી બોન્ડ એટલે ઈલેક્ટોરલ બોન્ડની વિસ્તૃત માહિતી આપી દીધી છે. એના પછી ચૂંટણી પંચે પોતાની સત્તાવાર વેબસાઈટ પર પણ અપલોડ કરી છે. એના પહેલા એસબીઆઈએ અધૂરી વિગતો આપી હતી, જેમાં બોન્ડ ખરીદનારાની માહિતી ઉપલબ્ધ હતી.
ઈલેક્ટોરલ બોન્ડ મુદ્દે સુપ્રીમ કોર્ટના કડક વલણ પછી બેંકને પૂરી માહિતી આપવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે બેંકની જાહેર કરવાનું કહ્યું હતું, જેથી કઈ પાર્ટીએ બોન્ડ મારફત કેટલું ભંડોળ ખરીદવામાં આવે એ ખબર પડી શકે.
આ પણ વાંચો: ભાજપને ઈલેક્ટોરલ બોન્ડમાંથી મળ્યા રૂ. 6,986.50 કરોડ, કૉંગ્રેસ અને અન્ય પાર્ટીઓની સ્થિતિ શું?
આ આદેશ પછી ચૂંટણી પંચે પણ આ માહિતી જાહેર કરી છે, જેથી કોઈ પણ વ્યક્તિ આ યાદી જોઈ શકે છે. કઈ વ્યક્તિ અથવા કંપનીએ કઈ પાર્ટીને કેટલું ફંડ આપ્યું હતું. આ ઉપરાંત, ઈલેક્ટોરલ બોન્ડને રોકડ કરતા પક્ષોની યાદી પણ જારી કરી છે. ચૂંટણી બોન્ડ ખરીદનારા (1-પર્ચેઝ ડિટેલ્સ) અને બોન્ડની રોકડ કરતા પક્ષોની (2-રિડમ્પશન-ડિટેલ્સ) યાદી આપી છે.
1-પર્ચેઝ ડિટેલ્સ
2-રિડમ્પશન-ડિટેલ્સ
અહીં એ જણાવવાનું કે આજે એસબીઆઈએ ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત તમામ માહિતી સોંપી દીધી છે, જ્યારે આ અંગે એસબીઆઇએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને આ જાણકારી આપી હતી.
આ પણ વાંચો: ઈલેક્ટોરલ બોન્ડ મુદ્દે ધરાર લુચ્ચાઈ, મહત્ત્વની વિગતો જ છૂપાવાઈ
એફિડેવિટમાં એસબીઆઇએ કહ્યું હતું કે ચૂંટણી પંચને સીરીયલ નંબર સાથે ઈલેક્ટોરલ બોન્ડની તમામ વિગતો સોંપી છે, જે દાતાઓ અને બોન્ડને રોકડ કરાવનાર પક્ષકારો સાથે મેચ કરવામાં મદદ કરશે. એવી અપેક્ષા છે કે ટૂંક સમયમાં ચૂંટણી પંચ તેની સત્તાવાર વેબસાઇટ પર તેની માહિતી જાહેર કરશે. એફિડેવિટમાં એસબીઆઇએ કહ્યું હતું કે ચૂંટણી બોન્ડ સાથે સંબંધિત તમામ વિગતો ચૂંટણી પંચને સોંપી દેવામાં આવી છે. કોઈ માહિતી છૂપાવવામાં આવી નથી.