નેશનલ

‘PM Modiના ઉઘરાણીના ધંધાની પોલ ખુલશે…’ રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ(Electoral Bond) અંગે સ્ટેટ બેંક બેંક ઓફ ઇન્ડિયા(SBI)ને ફટકાર લગાવ્યા બાદ, કેન્દ્ર સરકાર અને વડા પ્રધાન મોદી વિપક્ષના નિશાના પર આવી ગયા છે. રાહુલ ગાંધીએ આજે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે હવે વડાપ્રધાન મોદીના ઉઘરાણીના ધંધાની પોલ ખુલવાની છે. સરકાર પોતાની જ બેંકના ડેટા છુપાવવા સુપ્રીમ કોર્ટમાં ઉંધા માથે ઉભી છે. હપ્તા આપવા વાળા પર દયા અને જનતા પર ટેક્સનો માર! આ જ છે ભાજપની મોદી સરકાર.

રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરીને કેન્દ્ર સરકારને ઘેરી હતી. તેમણે લખ્યું કે વડાપ્રધાન મોદીના ઉઘરાણીના ધંધાની પોલ ખુલવાની છે. 100 દિવસમાં સ્વીસ બેંકમાંથી કાળું નાણું પરત લાવવાના દાવા કરવા વાળી સરકાર પોતાની જ બેંકના ડેટા છુપાવવા સુપ્રીમ કોર્ટમાં ઉંધા માથે ઉભી છે.

રાહુલ ગાંધીએ વધુમાં લખ્યું કે ઈલેક્ટોરલ બોન્ડ ભારતના ઈતિહાસનું સૌથી મોટું કૌભાંડ સાબિત થવાના છે, માહિતી સામે આવતા જ ભ્રષ્ટ ઉદ્યોગપતિઓ અને સરકાર વચ્ચેના સાંઠગાંઠની પોલ ખુલી જશે, જેને કારણે મોદી સરકારનો અસલી ચેહરો જનતા સામે આવી જશે. ક્રોનોલોજી સ્પષ્ટ છે: હપ્તો આપો-ધંધો કરો, હપ્તો આપો-સુરક્ષા મેળવો.હપ્તા આપવા વાળા પર દયા અને જનતા પર ટેક્સનો માર, આ જ છે ભાજપની મોદી સરકાર.

અત્રે ઉલ્લેખનીય છે કે આજે ઈલેક્ટોરલ બોન્ડ અંગે માહિતી જાહેર કરવા અંગે સુપ્રીમ કોર્ટે SBIને ફટકાર લગાવી હતી. ઈલેક્ટોરલ બોન્ડ અંગે માહિતી જાહેર કરવા વધુ સમાય આપવા માટેની SBIની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. સાથે સુપ્રીમ કોર્ટે SBIને ચેતવણી પણ આપી હતી.


મુખ્ય ન્યાયધીસ ડી વાય ચંદ્રચુડે કહ્યું કે 12 તારીખ સુધીમાં ઉપલબ્ધ આંકડાઓ જાહેર કરો, ચૂંટણી પંચ 15 માર્ચ સુધીમાં તેને જાહેર કરે. અત્યારે SBI પર કોર્ટના અનાદરની કાર્યવાહી નથી કરી રહ્યા, પણ જો હવે આદેશનું પાલન ના કર્યું તો કાર્યવાહી થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button