નેશનલ

Election Results: દિલ્હીમાં કોંગ્રેસ-AAPનું ગઠબંધન તૂટ્યું

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામો (Lok Sabha Election results)માં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમત મળ્યો નથી. બીજી બાજુ કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધન વધુ મજબૂત બન્યું છે. આમ છતાં દિલ્હીમાં કોંગ્રેસ-આમ આદમી પાર્ટી (AAP) વચ્ચેનું ગઠબંધન તૂટ્યું હોવાના અહેવાલ છે. આજે આમ આદમી પાર્ટીએ ગઠબંધન તૂટ્યું હોવાની જાહેરાત કરી હતી.

આમ આદમી પાર્ટી આ મુદ્દે સ્પષ્ટતા કરી છે કે દિલ્હી વિધાનસભાની ચૂંટણી એકલા લડશે. કોંગ્રેસની સાથે લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન કરવામાં આવ્યું હતું. આજે આમ આદમી પાર્ટીની મીટિંગ બોલાવી હતી. વિધાનસભાની ચૂંટણી 2025માં યોજવામાં આવી હતી.

આ પણ વાંચો : Lok Sabha Election Results: 280 ઉમેદવાર પહેલી વખત સાંસદ બન્યા

હવે લોકસભાની ચૂંટણીના પરિણામો મળ્યા પછી આજે આમ આદમી પાર્ટીએ ગઠબંધન તોડવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીની મીટિંગમાં કોંગ્રેસની સાથે ગઠબંધનથી અલગ થવાનો નિર્ણય લીધો હતો અને હવે વિધાનસભાની ચૂંટણી એકલા લડશે.

BJP અને TDPની વચ્ચે આ મુદ્દે થઈ ગઈ સમજૂતી
સ્પષ્ટ બહુમતના અભાવે એનડીએના સથવારે આગેકૂચ કરનારી એનડીએએ સૌથી પહેલા ટીડીપી અને જનતા દળ યુનાઈટેડ સાથે યુતિ કરી છે. ટીડીપી (તેલુગુ દેશમ પાર્ટી) અને ભારતીય જનતા પાર્ટીની સાથે સરકાર બનાવવા મુદ્દે સમજૂતી કરવામાં આવી છે. સૂત્રો અનુસારકેન્દ્ર સરકારમાં એક કેબિનેટ અને બે રાજ્ય કક્ષાના કેન્દ્રીય પ્રધાન (એમઓએસ) પદ માટે ટીડીપી સાથે સમજૂતી કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને 240 બેઠક મળવા સાથે સાથી પક્ષ એનડીએને કુલ 293 બેઠક મળી છે, તેથી એનડીએએ સરકાર રચવાનો દાવો કર્યો છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker