ટોપ ન્યૂઝનેશનલ

Election Result પછી PM Modiએ કહ્યું ‘ત્રીજી વખત NDA સરકાર બનાવવાનું નિશ્ચિત…’

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામો (Lok Sabha Election result) પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના મુખ્યાલયે પહોંચ્યા હતા. ભાજપના કાર્યાલયે પહોંચ્યા પછી મોદીનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે તમારા પ્રેમ, આશીર્વાદ માટે હું સૌ દેશવાસીઓનો ઋણી છું. આજના પાવન દિવસે એનડીએ સતત ત્રીજી વખત સરકાર બનાવશે એ નક્કી છે. જનતા જનાર્ધાનનો આભારી છું, એમ તેમણે જણાવ્યું હતું.

પીએમ મોદીએ કહ્યું કે આ લોકતંત્રની જીત છે. આજે હું ચૂંટણી પંચને અભિનંદન આપું છું. ચૂંટણી પંચે દુનિયાની સૌથી મોટી ચૂંટણી કુશળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. લગભગ 100 કરોડ મતદાર, 11 લાખ પોલિંગ સ્ટેશન, 1.5 કરોડ કર્મચારી, પંચાવન લાખ વોટિંગ મશીન મારફત કામ કર્યું હતું. ભારતની ચૂંટણી પ્રક્રિયા, ચૂંટણીની પૂરી સિસ્ટમ પર દરેક ભારતીયને ગૌરવ છે.

પીએમ મોદીએ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં મતદારોએ રેકોર્ડ બ્રેક મતદાન કરીને ઉત્સાહ દાખવ્યો અને દુનિયાભરમાં ભારતને બદનામ કરનારાને અરીસો બતાવ્યો છે. હું જનતા-જનાર્દનના વિજયને આ પાવનપર્વ પર આદરપૂર્વક નમન કરું છું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 1962 પછી પહેલી વખત કોઈ સરકારે પોતાનો બે વખતનો કાર્યકાળ પૂરો કર્યા પછી ત્રીજી વખત આવી છે. વિધાનસભાની ચૂંટણીવાળા રાજ્યોમાં પણ એડીએને પણ ભવ્ય જીત મળી છે. અરુણાચલ પ્રદેશ હોય કે ઓડિશા, આંધ્ર પ્રદેશ હોય કે સિક્કિમ પણ આ બધા રાજ્યોમાં કોંગ્રેસના સુપડાં સાફ થઈ ગયા છે. પીએમ મોદીએ વિપક્ષની નીતિ પર પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત, ભાજપના પ્રમુખ જેપી નડ્ડાએ કહ્યું હતું કે અમે લોકો જાણીએએ ચૂંટણી હોય કે દેશનું નેતૃત્વ કરવાનું પીએમ મોદીએ હંમેશાં આગળ વધીને દેશ, પાર્ટી અને લોકોનું નેતૃત્વ કર્યું છે. હું પીએમ મોદીને શુભેચ્છાઓ આપું છું.

લોકસભાની ચૂંટણીના પરિણામોમાં એનડીએને 400 સીટ તો જવા દો પણ 300 સીટ પાર કરવામાં નાકે દમ આવી રહ્યો છે, ત્યારે હવે ગઠબંધનની સરકાર બનશે એવા સ્પષ્ટ સંકેતો મળે છે. ભાજપને ઉત્તર પ્રદેશ અને બંગાળ જેવા રાજ્યોમાં જોરદાર ફટકો પડ્યો છે, જ્યારે મહારાષ્ટ્રમાં વિપક્ષી ગઠબંધનનું શાનદાર પ્રદર્શન રહ્યું હોવાનું ગણાવ્યું હતું. સૌથી મહત્ત્વની વાત સવારના આઠ વાગ્યાથી મતગણતરી ચાલુ છે, જ્યારે એક પછી તબક્કાની મતગણતરી ચાલુ છે ત્યારે લખાય છે ત્યાં સુધી 543 બેઠક પર મોટા પક્ષોનો ટ્રેન્ડ આ પ્રમાણે હતો.

Election Result: અબ કી બાર કિસ કી સરકાર? બહુમતી માટે 272
લોકસભાની કુલ બેઠક 543
એનડીએ (N.D.A.) 291
ઈન્ડિ ગઠબંધન (I.N.D.I.A.) 234
અન્ય સીટ 18

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા